PM Modi Telangana Visit: `મને રોજ 2-3 કિલો ગાળો મળે છે...` વિરોધીઓ પર બોલ્યા પીએમ મોદી
PM Modi In Telangana: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગણાના મુખ્યમંત્રી કેસીઆર પર રાજકીય હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર લોકો સાથે ન્યાય કરી રહી નથી.
હૈદરાબાદઃ PM Modi Telangana Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે તેલંગણાના પ્રવાસ પર હતા. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ પર નિશાન સાધ્યું હતું. તેમણે મુખ્યમંત્રીનું નામ લીધા વગર તેમને ભ્રષ્ટાચાર અને વંશવાદની રાજનીતિ કરનારા ગણાવ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ઘણા લોકો તેમને સવાલ કરે છે કે તે ખુબ મહેનત કરે છે તેમ છતાં થાકતા નથી. તેમણે કહ્યું- હું થાકતો નથી કારણ કે હું દરરોજ 2-3 કિલો ગાળો ખાઉ છું. ભગવાને મને આશીર્વાદ આપ્યા છે કે તે અપશબ્દ અંદર પોષણમાં બદલી જાય છે. આગળ તેમણે કહ્યું કે તમે મને ગાળો આપો, ભાજપને ગાળો આપો, પરંતુ જો તમે તેલંગણાના લોકોને ગાળો આપો છો તો તમારે તેની ભારે કિંમત ચુકવવી પડશે.
રાજીવ ગાંધી હત્યાકાંડની દોષી નલિની શ્રીહરન 31 વર્ષ બાદ જેલમાંથી છુટી, જુઓ તસવીર
શું બોલ્યા પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આ શહેર સૂચના અને ટેક્નોલોજીનો કિલો છે. જ્યારે હું અહીં જોઉં છું તો આધુનિક શહેરમાં અંધવિશ્વાસને પ્રોત્સાહન આપવામાં આવે છે તો ખુબ દુખ થાય છે. એવું લાગે છે કે અહીંની સરકારે અંધવિશ્વાસને રાજ્યાશ્રિત આપેલું છે. આ સિવાય તેમણે કહ્યું કે તેલંગણામાં અંધવિશ્વાસના નામ પર શું-શું થઈ રહ્યું છે તે દેશના લોકોએ જાણવું જોઈએ. જો તેલંગણાનો વિકાસ કરવાનો છો, તેને પછાતમાંથી બહાર કાઢવું છે, તો તેણે સૌથી પહેલા અહીં દરેક પ્રકારના અંધવિશ્વાસને દૂર કરવો પડશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube