નવી દિલ્હી : રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (એનએચઆરસી)ની રજત જયંતીની દિલ્હીમાં થયેલા આયોજન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિકિટ અને સ્પે્શ્યલ કવર ઇશ્યું કર્યું છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ મહિલા સુરક્ષા અને અધિકારો અંગે વાત કરતા કહ્યું કે, અમારી સરકારે મહિલાઓની સુરક્ષા અને સમસ્યાઓને દુર કરવાની દિશામાં કામ કર્યું છે. અમારી સરકારે રાતની શિપ્ટમાં કામ કરનારી મહિલાઓની સુરક્ષા માટે વ્યવસ્થાઓ કરી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંકીર્ણ માનસિકતાનાં લોકો પુત્રીઓને જીવવાનો અધિકાર નથી આપતા-વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશમાં ભૂરણ હત્યા મુદ્દે આજે પણ સવાલો ઉઠે છે. સંકીર્ણ માનસિકતાનાં લોકોનો સમાજ આજે પણ પુત્રીઓને જીવવાનો અધિકાર નથી આપતા. પુત્રીઓની કોથમાં જ મારી દેવામાં આવે છે. આજે હું ગર્વથી કહી શકું છું કે, બેટી બચાવો, બેટી પઢાઓ. અભિયાનનાં કારણે ઘણા રાજ્યોમાં બાળકોની સંખ્યાનું પ્રમાણ વધ્યું છે. તેમણે કહ્યું કે, છેલ્લા 25 વર્ષમાં NHRCએ દેશને આગળ વધારવામાં મદદ કરી. તેમણે ઇમરજન્સીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ સમયમાં જીવનનો અધિકાર છીનવાઇ ગયો હતો. બાકી અધિકારોની વાત જ શું હતી. જો કે ભારતીયોમાં માનવાધિકારોને પોતાનાં પ્રયત્નોતી ફરી પ્રાપ્ત કર્યું.

ભાજપ સરકારનો સેવા મંત્ર છે સબકા સાથ સબકા વિકાસ
વડાપ્રધાન મોદીએ કેન્દ્રમાં ભાજપની સરકારનાં વખાણ કરતા કહ્યું કે, છેલ્લા 4 વર્ષોની આ ઘણી મોટી ઉપલબ્ધી રહી છે કે આ દરમિયાન ગરીબો, વંચિત, શોષિત, સમાજનાં દબાયેલા કચડાયેલા વ્યક્તિઓની ગરિમાને તેનાં જીવન સ્તરને ઉપર ઉઠાવવા માટે ગંભીર પ્રયાસ થયા છે. ગત્ત 4 વર્ષોમાં જે પગલા ઉઠાવ્યા છે, જે યોજનાઓ બની છે, તેનું લક્ષ્યાંક એવું છે અને પ્રાપ્તી પણ એ જ છે કે અમારી સરકાર સબકા સાથ સબકા વિકાસનાં મંત્રને સેવાનું માધ્યમ જ માને છે. 

માનવાધિકારોના કેન્દ્ર સરકારે ઘણા કામ કર્યા-પીએમ
વડાપ્રધાન મોદીએ આવાસ યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અત્યાર સુધી સવા કરોડથી વધારે ભાઇ-બહેનોનાં ઘરનો અધિકાર મળી ચુક્યો છે. દિવ્યાંગોના અધિકારોને વધારનારા રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટીસ એક્ટ હોય, તેમનાં માટે નોકરીમાં અનામત વધારવાનું હોય અથવા ટ્રાન્સજેન્ડર વ્યક્તિ (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ) બિલ, આ મનવાધિકારોનાં પ્રત્યે અમારી સરકારની પ્રતિબદ્ધતાનું જ ઉદાહરણ છે. તેમણે કહ્યું કે, કેસ સંબંધિત માહિતી, નિર્ણયો અંગેની માહિતી ઓનલાઇન થવાનાં કારણે ન્યાય પ્રક્રિયામાં વધારે તેજી આવી છે અને લંબાયેલા કેસની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.