હુબલી : વડાપ્રધાન મોદી રવિવારે કર્ણાટકની એક દિવસીય મુલાકાત પર હુબલી પહોંચ્યા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ઇશારામાં પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાના મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, જેમની કમાણી અંગે વાત કરવાથી લોકો ડરતા હતા. આજે કોર્ટમાં અને સરકારી એજન્સીઓ સામે હાજરી આપી રહ્યા છે. તેમના સવાલોનાં જવાબ આપી રહ્યા. દેશ- વિદેશમાં બેનામી સંપત્તીઓનો હિસાબ આપી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જેણે પણ દલાલી ખાધી છે, તે દરેકે દરેક વ્યક્તિનો વારો આવી રહ્યો છે. 


J&K: લાલચોક નજીક CRPF ટીમ પર ગ્રેનેડથી હૂમલો, 12 ઘાયલ
વડાપ્રધાન મોદીએ ખેડૂતોની લોન માફી મુદ્દે કોંગ્રેસની રમત ગણાવી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ દશકોથી આ રમત રમતી આવી છે. ખેડૂતોના મત માટે  કોંગ્રેસ 10 વર્ષથી લોનમાફી પ્લાન મુદ્દે આવી છે. તેમણે ખેડૂતો સાથે વચનભંગ કર્યો. 100માંથી માત્ર 25-30 ખેડૂતોની દેવામાફી કરવામાં આવી. ખેડૂતોને થોડા રૂપિયા જ મળ્યા છે મળેલા બાકીના રૂપિયા વચેટિયાઓના ખીચામાં જતા રહ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિજિટલ યુગમાં ન્યાયિક પ્રક્રિયા ખુબ જ દબાણમાં કામ કરી રહી છે: જસ્ટિસ સીકરી

વડાપ્રધાન મોદીએ આ દરમિયાન અનેક યોજનાઓનું ઉદ્ધાટન કર્યું. જનસભાને સંબોધિત કરતા પહેલા તેમણે ધારવાડમાં આઇટઆઇટી અને આઇઆઇઆઇટીની આધારશિલા મુકી હતી. આ સાથે જ વડાપ્રધાન આવાસ યોજના હેઠળ બનાવાયેલા 2350 મકાનોનાં ઇગૃહપ્રવેશ પણ કરાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું સિદ્ધગંગા મઠ અને શિવકુમાર સ્વામીને પોતાની શ્રદ્ધાંજલી અર્પીત કરવા માંગીશ. જેમણે પોતાનુ સમગ્ર જીવન દિન-દુખિયાઓ માટે સમર્પીત કરી દીધું.