કોંગ્રેસ નથી ઇચ્છતી કે આયોધ્યા મામલે કોઇ નિર્ણય આવે: પીએમ મોદી
ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠકના સમાપન સત્રને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ નથી ઇચ્છતી કે અયોધ્યા મામલે કોઇ નિર્ણય આવે. તેમણે કહ્યું કે અયોધ્યા વિષયમાં કોંગ્રેસ તેમના વકીલોના માધ્યમથી ન્યાય પ્રક્રિયામાં અડચણો ઉભી કરવોનો પ્રયત્ન કરી રહી છે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું કે કોંગ્રેસ નથી ઇચ્છતી કે અયોધ્યા મામલે કોઇ નિર્ણય આવે, એટલા માટે તેઓ વકીલોના માધ્યમથી ન્યાય પ્રક્રિયામાં અડચણ ઉભી કરી રહ્યાં છે. તેમણે ભાજપના કાર્યકર્તાઓને કોંગ્રેસના વલણને જનતાની વચ્ચે લવવા કહ્યું છે.
વધુમાં વાંચો: NIAએ ધરપકડ કરેલા IS આતંકવાદીઓ કર્યો મોટો ખુલાસો, કરી રહ્યાં હતા હુમલાની તૈયારી
ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠકના સમાપન સત્રને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ નથી ઇચ્છતી કે અયોધ્યા મામલે કોઇ નિર્ણય આવે. તેમણે કહ્યું કે અયોધ્યા વિષયમાં કોંગ્રેસ તેમના વકીલોના માધ્યમથી ન્યાય પ્રક્રિયામાં અડચણો ઉભી કરવોનો પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસ નથી ઇચ્છતી કે અયોધ્યા વિષયનો નિર્ણય આવે. કોંગ્રેસ આ વલણને કોઈએ ભૂલી જવું જોઈએ નહીં.
વધુમાં વાંચો: માયાવતીને પ્રધાનમંત્રી બનાવવાનો સવાલ, અખિલેશે ચતુરાઈથી આપ્યો જવાબ
કોંગ્રેસના આ વલણ કોઈએ ભૂલી જવું જોઈએ નહીં
પ્રધાનમંત્રીએ કહ્યું કે કોંગ્રેસે મુખ્ય ન્યાયાધીશ પર મહાભિયોગની તૈયારી પણ કરી રહ્યું છે. તેઓ તેમના વકિલો દ્વારા અડચણો ઉભી કરી રહ્યું છે. તેમણે ભાજપના કાર્યકર્તાઓને કહ્યું કે કોંગ્રેસના આ વલણને કોઇએ ભૂલી જવું જોઇએ નહીં અને કોઇને પણ ભૂલવા દેવા જોઇએ નહીં. તેને વારંવાર યાદ રાખવું જોઈએ.
વધુમાં વાંચો: મહાગઠબંધન અરાજકતા, ભ્રષ્ટાચાર અને રાજકીય અસ્થિરતા લાવશે: યોગી આદિત્યનાથ
કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે અમે ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો આપવાનો પ્રસ્તાવ લાવ્યા અને કોંગ્રેસે તેનો વિરોધ કર્યો. અમે ત્રણ તલાક મુદ્દો હટાવવા માટે કાયદો લાવ્યા, કોંગ્રેસે તેનો પણ વિરોધ કર્યો હતો. અમે નાગરિકતા સુધારણા બિલ લાવ્યા તો કોંગ્રેસ ફરી તેનો વિરોધ કરી રહી છે અને કોંગ્રેસ નથી ઇચ્છતી કે અયોધ્યા મામલે કોઇ નિર્ણય આવે.
વધુમાં વાંચો: PM મોદીને આપી ટક્કર! ભારતના આ ચા વેચનાર દંપતિએ કરી 23 દેશ યાત્રા
ઉલ્લેખનીય છે કે 2019ની ચૂંટણીમાં અયોધ્યમાં રામ મંદિર નિર્માણ એક પ્રમુખ મુદ્દા છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આરએસએસ સહીત હિન્દુવાદી સંગઠન રામ મંદિરનું નિર્માણ કરવા માટે કાયદો બનાવવાની માંગ કરી રહ્યાં છે. ભાજપના રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં જ્યારે પણ રામ મંદિરનો વિષય આવ્યો ત્યાં હાજર પાર્ટી કાર્યકર્તાઓએ જોરદાર પોકારે આ મુદ્દાનું મહત્વને રેખાંકિત કર્યું છે.
(ઇનપુટ-ભાષા)