હરિયાણામાં બોલ્યાં PM મોદી, `ખેડૂતોના હકનું પાણી પાકિસ્તાન જવા દઈશું નહીં`
હરિયાણાના ચરખા દાદરીમાં પીએમ મોદીએ આજે એક ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું કે 70 વર્ષ સુધી હિન્દુસ્તાનના ભાગનું પાણી પાકિસ્તાન જતું હતું.
ચંડીગઢ: હરિયાણાના ચરખા દાદરીમાં પીએમ મોદીએ આજે એક ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું કે 70 વર્ષ સુધી હિન્દુસ્તાનના ભાગનું પાણી પાકિસ્તાન જતું હતું. તેમણે કહ્યું કે હવે ખેડૂતોના હિસ્સાનું પાણી પાકિસ્તાન જવા દઈશું નહીં. પાકિસ્તાન જતા પાણીને મોદી રોકશે. પીએમ મોદીએ કહ્યું કે જનતાએ એ નિર્ણય લઈ લીધો છે કે ભાજપ ફરીથી હરિયાણાની સેવા કરે. તેમણે કહ્યું કે હું બે દિવસથી હરિયાણામાં છું. હવાની દિશા ક્યાંની છે તે સ્પષ્ટપણે જાણી શકાય છે. ભાજપ ફરીથી હરિયાણાની સેવા કરે તેવો નિર્ણય જનતાએ લઈ લીધો છે.
આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ પર અટલ છે મોદી સરકાર: અમિત શાહ
પીએમ મોદીએ કહ્યું કે રાજ્યમાં ક્યારેક બે-ત્રણ સીટોવાળી ભાજપ આજે હરિયાણામાં સતત બીજીવાર સરકાર બનાવવાની સ્થિતિમાં તમારા બધાના આશીર્વાદ અને પ્રેમને કારણે પહોંચી છે. પવિત્રતા, પરિશ્રમ અને ઈમાનદારી પર આજે હરિયાણાની જનતા મહોર લગાવી રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે હરિયાણામાં હું ચૂંટણી સભા માટે આવતો નથી, કે ન તો હું પ્રચાર માટે આવું છું કે ન તો મત માંગુ છું. તેમણે કહ્યું કે હરિયાણા મને ખેંચીને લઈ આવે છે, એટલો પ્રેમ તમે મને આપ્યો છે.
જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...