પીએમ મોદીએ કહ્યું-મમતા બેનરજીને સમજવામાં મારી ભૂલ થઈ, જાણો કેમ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે તેમણે તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનરજીને સમજવામાં ભૂલ કરી નાખી. કારણ કે તેઓ તેમને સાદગીના પ્રતિક માનતા હતાં જેઓ પશ્ચિમ બંગાળને ડાબેરીઓના શાસનમાંથી મુક્ત કરારવવા ઈચ્છતા હતાં. પરંતુ હવે તેમને તેમની ભૂલનું ભાન થઈ ગયું છે. દક્ષિણ દિનાજપુર જિલ્લાના આ વિસ્તારમાં એક જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે લોકોએ `મમતા દીદી` પર ખુબ વિશ્વાસ કર્યો છે. મમતા દીદીએ રાજ્યના માં, માટી, માણુસ (મમતાનો પ્રિય નારો) સાથે દગો કર્યો છે.
બુનિયાદપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે તેમણે તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનરજીને સમજવામાં ભૂલ કરી નાખી. કારણ કે તેઓ તેમને સાદગીના પ્રતિક માનતા હતાં જેઓ પશ્ચિમ બંગાળને ડાબેરીઓના શાસનમાંથી મુક્ત કરારવવા ઈચ્છતા હતાં. પરંતુ હવે તેમને તેમની ભૂલનું ભાન થઈ ગયું છે. દક્ષિણ દિનાજપુર જિલ્લાના આ વિસ્તારમાં એક જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે લોકોએ 'મમતા દીદી' પર ખુબ વિશ્વાસ કર્યો છે. મમતા દીદીએ રાજ્યના માં, માટી, માણુસ (મમતાનો પ્રિય નારો) સાથે દગો કર્યો છે.
મમતા બેનરજીની કરતૂતોએ મારી આંખો ખોલી નાખી- પીએમ મોદી
તેમણે કહ્યું કે, "એવું નથી કે તમે એકલાએ ભૂલ કરી.મેં પણ તમારી જેમ જ ભૂલ કરી છે. જ્યારે હું તેમને ટેલિવિઝન પર જોતો હતો અને સમય સમયે તેમને મળતો હતો ત્યારે મને લાગતું હતું કે તેઓ સાદગીનું સાચું સ્વરૂપ છે, મહેનતુ અને નેક ઈરાદાવાળા છે. તથા વાસ્તવમાં બંગાળના વિકાસમાં રસ ધરાવે છે." પીએમ મોદીએ કહ્યું કે, "હું એમ પણ વિચારતો હતો કે તેઓ લોકોને ડાબેરીઓના શાસનમાંથી મુક્ત કરાવવા માંગે છે. જો કે વડાપ્રધાન બનતા અને તેમની કરતૂતો જોયા બાદ મારી આંખો ઊઘડી ગઈ."
PM મોદીએ મમતા બેનરજી પર સાધ્યું નિશાન, કહ્યું- 'મતદાનના રિપોર્ટે દીદીની ઊંઘ ઉડાવી દીધી'
કૌભાંડીઓ માટે ધરણા પર બેસી ગયા મમતા-પીએમ
વડાપ્રધાને આ રેલીમાં કહ્યું કે, "જો તેમના જેવા વ્યક્તિ તેમને સમજવામાં ભૂલ કરી શકે તો સામાન્ય લોકોથી પણ આવી ભૂલ થવી સ્વાભાવિક છે." તેમણે કહ્યું કે, "પરંતુ હવે હું તેમનો અસલ રંગ સમજી ગયો છું, અને હવે બંગાળના બાળકો સુદ્ધા તે સમજી ગયા છે." શારદા અને રોઝ વેલી પોંજી કૌભાંડો અને નારદ સ્ટિંગ વીડિયોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, "ગરીબોની કમાણી લૂંટી લેવામાં આવી. ત્યારબાદ દીદીએ કૌભાંડીઓને સાંસદ અને મંત્રી બનાવી દીધા. એટલું જ નહીં, તેઓ કૌભાંડીઓ માટે ધરણા ઉપર પણ બેસી ગયાં."
પ.બંગાળમાં ભાજપ મજબુત
મમતાએ શારદા ચિટ ફંડ કૌભાંડ મામલે કોલકાતા પોલીસ કમિશનર રાજીવકુમારની પૂછપરછ કરવાના સીબીઆઈના પ્રયત્નોના વિરોધમાં ફેબ્રુઆરીમાં ધરણા કર્યા હતાં. પીએમ મોદીએ કહ્યું કે તમારા આશીર્વાદથી, તમારો ચોકીદાર ગરીબોના લૂંટાયેલા દરેક પૈસાનો હિસાબ લેશે. હવે આ લોકો કોઈ પણ તાકાતનો ઉપયોગ કરી લે, ન્યાયને રોકી શકશે નહીં. બાલુરઘાટ લોકસભા મતવિસ્તારથી ભાજપના ઉમેદવાર સુકાંતા મજમુદારના સમર્થનમાં સભાને સંબોધી રહેલા વડાપ્રધાને કહ્યું કે આખા દેશમાં ચર્ચા હતી કે બંગાળમાં કઈંક મોટું થઈ રહ્યું છે.
જુઓ LIVE TV