નવી દિલ્હી : વડાપ્રધાનમોદીએ ગુરૂવારે કહ્યું કે, ઇતિહાસ બનાવવામાં નિષ્ફળ રહેનારા તેમાં છેડછાડનો પ્રયાસ કરે છે. વડાપ્રધાન મોદીએ ઇતિહાસને તેનાં વાસ્તવિક સ્વરૂપમાં સ્વીકાર કરવા અને કોઇ વિચારધારા તેમાં છેડછાડ નહી કરવા દેવાની જરૂરિયાતો પર જોર આપ્યું. ભારતીય સ્વતંત્રતા સંગ્રામનાં શહીદો પર પહેલા શબ્દકોશનાં વિમોચન દરમિયાન મોદીએ કહ્યું કે, જો ઇતિહાસને તેના વાસ્તવિક સ્વરૂપમાં સ્વિકાર કરવામાં આવે છે તો તેઓ આગામી પેઢીઓને પ્રેરિત કરશે. ઉલ્લેખનીય છે કે, ભાજપ પર વિપક્ષ ઘણીવાર ઇતિહાસ સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવતું રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એર ઇન્ડિયા અને ગો એરનાં વિમાનમાં ખામી, કરાવવી પડી ઇમરજન્સી લેન્ડિંગ

ઇતિહાસને ઇતિહાસ સ્વરૂપમાં લાવવામાં આવવું જોઇએ
તેમણે કહ્યું કે, ઇતિહાસને વિચારધારાનાં પ્રમાણ પર તોલવાનો પ્રયાસ હોય છે અને આ પ્રયાસોનાં કારણે અનેક વખત ઇતિહાસ સાથે છેડછાડ થાય છે. મને લાગે છે કે ઇતિહાસને ઇતિહાસ સ્વરૂપે લેવામાં આવવું જોઇએ. આ તમારી અને મારી વિચારધારાથી બાધ્ય ન હોવું જોઇએ અને અમે તેમાં પરિવર્તન ન કરવામાં આવવું જોઇએ, વાત ચાલતી રહેવી જોઇએ. તેમણે આરોપ લગાવ્યો કે, જે ઇતિહાસ રચવામાં નિષ્ફળ રહે છે તેઓ તેને પોતાનાં અનુરૂપ કરવા માટે તેમાં છેડછાડ કરે છે. 


કોઇ પણ સ્થિતીને વહોંચી વળવા માટે તૈયાર રહો: સેના પ્રમુખ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જે ઇતિહાસ નથી રચી શકતા, તેઓ ઇતિહાસને પોતાનાં રંગે રંગવા માંગે છે કારણ કે તેમાં ઇતિહાસ રચવાની ક્ષમતા નથી હોતી. ઇતિહાસને આ રંગોમાં રંગવાના બદલે અમે ઇતિહાસને તે જ સ્વરૂપે સ્વીકાર કરવો જોઇએ જેવો કે  તે છે. તેમણે કહ્યું કે, ઇતિહાસની અલગ અલગ પદ્ધતીઓથી વ્યાખ્યા કરવામાં આવી શકે છે, પરંતુ તથ્યોને બદલી શકાય નહી.