`અભિનંદન` 60 કલાક બાદ ઘરવાપસી, શું બોલ્યા વડાપ્રધાન મોદી ?
વિંગ કમાન્ડર અભિનંદનના પરત ફર્યા બાદ વડાપ્રધાન મોદીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, તેમનાં સાહસ પર દેશને ગર્વ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમારી સશસ્ત્ર સેનાઓ દેશનાં 130 કરોડ ભારતીયો માટે પ્રેરણા સ્ત્રોત છે. વંદે માતરમ. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ વિંગ કમાન્ડર અભિનંદન શુક્રવારે રાત્રે પાકિસ્તાનથી ભારત પરત ફર્યા હતા. તેમણે તે સમયે પાકિસ્તાનમાં પકડવામાં આવ્યા હતા. જ્યારે હવાઇ સંઘર્ષ દરમિયાન તેમનું મિગ 21 વિમાન ક્રેશ થઇ ગયું હતું.
નવી દિલ્હી : વિંગ કમાન્ડર અભિનંદનના પરત ફર્યા બાદ વડાપ્રધાન મોદીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, તેમનાં સાહસ પર દેશને ગર્વ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમારી સશસ્ત્ર સેનાઓ દેશનાં 130 કરોડ ભારતીયો માટે પ્રેરણા સ્ત્રોત છે. વંદે માતરમ. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ વિંગ કમાન્ડર અભિનંદન શુક્રવારે રાત્રે પાકિસ્તાનથી ભારત પરત ફર્યા હતા. તેમણે તે સમયે પાકિસ્તાનમાં પકડવામાં આવ્યા હતા. જ્યારે હવાઇ સંઘર્ષ દરમિયાન તેમનું મિગ 21 વિમાન ક્રેશ થઇ ગયું હતું.
ભારતના સિંહે દેશમાં પ્રથમ પગ મુકતાની સાથે જ આપ્યું આવુ રિએક્શન
એર વાઇસ માર્શલ આર.જી.કે કપુરે કહ્યું કે, વાયુસેનાનાં પાયલોટ અભિનંદન વર્તમાનને હાલમાં જ સોંપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, અમે તેમને પાછા મેળવીને આનંદ છીએ. તેમણે કહ્યું કે, પાયલોટને વિસ્તૃત ચિકિત્સા માટે પરીક્ષણ માટે લઇ જવામાં આવશે કારણ કે તેમને ઘણી તણાવની સ્થિતીમાંથી પસાર થવું પડ્યું. વિદેશ મંત્રાલયે કહ્યું કે, વિંગ કમાન્ડર અભિનંદનને વાઘા અટારી બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, પકડાયા બાદ પાકિસ્તાન 60 કલાક રહ્યા બાદ ભારતીય પાયલોટ અભિનંદન વર્તમાન ભારત આવ્યા.
પાકિસ્તાને ફરી તોડ્યું સીઝફાયર, ભારતીય સેનાએ આપ્યો મુંહતોડ જવાબ
વિંગ કમાન્ડર અભિનંદને તમામને ગૌરવાન્વિત કર્યા
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વાયુસેનાના પાયલોટ વિંગકમાન્ડર અભિનંદનની ઘર વાપસી અંગે પ્રસન્નતા વ્યક્ત કરતા શુક્રવારે કહ્યું કે, તેમણે પોતાની બહાદુરીથી સમગ્ર દેશને ગૌરવાન્વિત કર્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, વિંગ કમાન્ડર અભિનંદન, તમારી ગરિમા, સંતુલન અને બહાદુરીથી અમને સૌને ગોરવાન્વીત કર્યા છે. પરત ફરતા સમયે તમારુ ખુબ ઉષ્માથી સ્વાગત કર્યું. ખુબ જ સ્નેહ.