હુબલીઃ પીએમ નરેન્દ્ર મોદી ગુરુવારે કર્ણાટકના હુબલી પહોંચ્યા હતા, જ્યાં તેમણે રોડ શો કર્યો હતો. આ દરમિયાન તેની સુરક્ષામાં ખામી સર્જાઈ હતી. રોડ શો દરમિયાન એક વ્યક્તિ અચાનક તેના કાફલાની નજીક પહોંચી ગયો હતો. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં એક યુવક ફૂલોનો હાર લઈને પીએમ નરેન્દ્ર મોદીની કારની નજીક પહોંચ્યો હતો. પ્રધાનમંત્રીની સુરક્ષા કરતા એસપીજીએ યુવકને અટકાવ્યો અને તેને બાજુમાં લઈ ગયા. જોકે પીએમ નરેન્દ્ર મોદીએ તે યુવકના હાથમાંથી માળા લીધી હતી.


આ કાર્યક્રમમાં હાજરી આપવા હુગલી પહોંચ્યા પીએમ મોદી
પીએમ મોદી 26માં નેશનલ યુથ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવા માટે કર્ણાટક પહોંચ્યા છે. લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પીએમ મોદીને આવકારવા માટે રસ્તાઓ પર ભારે ભીડ ઉમટી પડી હતી. લોકોએ પીએમ મોદીના કાફલા પર ફૂલોની વર્ષા પણ કરી હતી. આ દરમિયાન એક યુવક અચાનક પીએમ મોદીની કાર તરફ માળા લઈને દોડી આવ્યો હતો. SPG જવાનોએ તેને પકડી લીધો. પરંતુ પીએમ મોદીએ તેમના હાથમાંથી માળા સ્વીકારી હતી. રાષ્ટ્રીય યુવા દિવસ પર દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે સ્વામી વિવેકાનંદની યાદમાં ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે જેથી કરીને આપણા પ્રતિભાશાળી યુવાનોને રાષ્ટ્રીય સ્તરે એક્સપોઝર મળે અને તેઓ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી શકે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'આ દેશના વિવિધ ભાગોની સંસ્કૃતિને એક સામાન્ય મંચ પર લાવશે અને સહભાગીઓને એક ભારત, શ્રેષ્ઠ ભારતના દોરમાં બાંધવામાં આવશે. આ વર્ષે 12 થી 16 જાન્યુઆરી દરમિયાન કર્ણાટકના હુબલી-ધારવડમાં ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે.આ વર્ષની થીમ ડેવલપ્ડ યુથ-ડેવલપ્ડ ઈન્ડિયા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube