નવી દિલ્હીઃ Ram Mandir Pran Pratishtha: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચુસ્તપણે અનુષ્ઠાનના નિયમોનું પાલન કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવાના આવશ્યક નિયમોનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે. જેના કારણે પીએમ મોદી માત્ર નારિયેળ પાણી પી રહ્યા છે અને જમીન પર ધાબળો ઓઢીને સૂઈ રહ્યા છે. આજે યમ-નિયમ વિધિનો આઠમો દિવસ છે અને પીએમ મોદીએ ભોજન લીધું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ યમ-નિયમનું પાલન કરવું ખુબ મુશ્કેલ માનવામાં આવે છે. આ કઠિન નિયમોનું પાલન કરવાની સાથે-સાથે પ્રધાનમંત્રી મોદી પોતાના સરકારી કામ કરી રહ્યાં છે. પીએમ મોદીએ છેલ્લા એક સપ્તાહની અંદર મહારાષ્ટ્ર, કેરલ અને આંધ્ર પ્રદેશનો પ્રવાસ પણ કર્યો છે. 


વિશેષ અનુષ્ઠાન કરી રહ્યાં છે પીએમ મોદી
પીએમ મોદી આ દિવસોમાં અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા 11 દિવસના વિશેષ અનુષ્ઠાન કરી રહ્યાં છે. તેમણે 12 જાન્યુઆરી 2024ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું હતું- અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં હવે માત્ર 11 દિવસ બાકી છે. મારૂ સૌભાગ્ય છે કે હું તેનો સાક્ષી બનીશ. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા આજથી 11 દિવસના વિશેષ અનુષ્ઠાનની શરૂઆત કરી રહ્યો છું. 


આ પણ વાંચોઃ આ માણસે Parle-G માંથી બનાવી રામ મંદિરની પ્રતિકૃતિ, લોકોએ કહ્યુ; ગજબનું ટેલેન્ટ છે ભઈ


પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં મુખ્ય યજમાન હશે પ્રધાનમંત્રી
તમને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના અભિષેક સમારોહના મુખ્ય યજમાન હશે. આ વાતની પુષ્ટિ પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતે કરી છે, જેઓ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મુખ્ય આર્ચકની ભૂમિકા ભજવવા જઈ  રહ્યા છે. આ દરમિયાન દીક્ષિતે એ સમાચારોને પણ નકારી કાઢ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા પ્રાણ પ્રતિષ્ઠા સંબંધિત ધાર્મિક વિધિઓમાં યજમાન હશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube