નવી દિલ્હી : સોશિયલ મીડિયા પર સૌથી વધારે એક્ટિવ રહેનારા નેતાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ છે. સોશિયલ મીડિયાની શક્તિને નરેન્દ્ર મોદી બખુબી સારી રીતે ઓળખે છે. જેને ધ્યાને રાખીને લોકસભા ચૂંટણી 2019માં મતદાન પ્રત્યે લોકોમાં જાગૃતી ફેલાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર એક કેમ્પેઇન 'वोट कर' ચાલુ કર્યું છે. આ કેમ્પેઇનમાં તેમણે અલગ અલગ ક્ષેત્રનાં દિગ્ગજોને અપીલ કરી છે કે તે લોકોને મતદાન મુદ્દે જાગૃત કરે. લોકોને મતદાનનું મહત્વ સમજાવે અને તેમને મતદાન કરવા માટે પ્રોત્સાહીત કરે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, સમજ આવી ગયો છે કે આપણે કહીએ વોટ કર. આગામી લોકસભા ચૂંટણી પણ તમે તમારા પરિવાર અને મિત્રોની સાથે રેકોર્ડ સંખ્યામાં મતદાનમાં તમારી ભાગીદારી સુનિશ્ચિત કરો. તમારુ આ પગલું દેશનાં ભવિષ્ય પર સકારાત્મક અસર કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીનું આ કેમ્પેઇન હાલ ટ્વીટરમાં ટોપ ટ્રેનડ કરી રહ્યું છે. 


 



એક અન્ય ટ્વીટમાં વડાપ્રધાન મોદીએ લખ્યું કે, જો તમે મતદાતાઓને જાગૃત કરવા માટે કોઇ અભિયાન ચલાવી રહ્યા છે, તો #VoteKarની સાથે તેને વહેંચે. આપણે મળીને તે સુનિશ્ચિત કરીશું કે મહત્તમ ભારતીયો પોતાના મતાધિકારનો પ્રયોગ કરે. 


 


 



અનેક ટ્વીટની શ્રૃંખલામાં વડાપ્રધાન મોદીએ પોતાનાં ટ્વીટમાં વિશ્વમાં ભારતનાં નામની ખ્યાતી વધારનારા બોલિવુડનાં દિગ્ગજ અભિનેતાઓ અનુપમ ખેર, કબીર બેદીની સાથે ફિલ્મ નિર્માતા શેખર કપુરને ટેગ કરીને અપીલ કરી કે તેઓ દેશવાસીઓને મોટા પ્રમાણમાં મતદાતાઓને પ્રેરિત કરે. 


 


 



વડાપ્રધાને બોલિવુડ અભિનેતા હ્યતિક રોશ અને આર. માધવનને ટેગ કરતા ટ્વીટ કરીને લખ્યું કે, તમારુ કામ ન માત્ર મનોરંજ માટે મહત્વ ધરાવે છે, પરંતુ તેની પાછળ જનુન અને આકરી મહેનત કરી રહ્યા છે. તમારો અવાજ ખુબ જ મહત્વ ધરાવે છે, એટલા માટે જો તમે લોકોને મતદાન માટે જાગૃત કરવામાં મદદ કરશે, તો તેના કારણે ભારતની લોકશાહી મજબુત બનશે. 


 


 



વડાપ્રધાન મોદીએ અનિલ કપુર, અજય દેવગણ અને માધુરીને દીક્ષિતને પણ ટેગ કર્યા, તેમમે લખ્યું કે, બોક્સ ઓફીસ બાદ હવે પોલિંગ બુથો પર ટોટલ ધમાલ કરવાનો સમય આવી ગયો છે. વોટ કર મુવમેંટને તમારુ સમર્થન ભારતનાં લોકશાહીનું ભવિષ્ય સમૃદ્ધ કરશે. આવો આપણે બધા મહત્તમ મતદાન સુનિશ્ચિત કરવાનાં પ્રયાસો કરીએ છીએ. 


 


 



અલગ અલગ રમતનાં દિગ્ગજ હસ્તીઓ હિમા દાસ, દીપા કર્માકર અને સાક્ષી મલિકને પણ ટેગ કરીને ટ્વીટ કર્યું. સાથે જ બોલિવુડ અભિનેતા કાર્કિત આર્યન, સુશાંત સિંહ રાજપુત, સિદ્ધાર્થ મલ્હોત્રા, રાજકુમાર રાવ અને અભિનેત્રી કૃતી સેનન, પરિણીતિ ચોપડાને પણ ટેગ કર્યા. વડાપ્રધાન મોદીએ ફિલ્મ નિર્માતા એકતા કપુર વિવેક અગ્નિહોત્રી, ફિલ્મ નિર્દેશક મધુર ભંડારકર સહિત અલગ અલગ ક્ષેત્રનાં દિગ્ગજોને મતદાન પ્રત્યે જાગૃતી ફેલાવવાની અપીલ કરી.