પણજી : નરેન્દ્ર મોદી પણજીમાં એક ચૂંટણી રેલીમાં કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યો હતો. વડાપ્રધાનમોદીએ કહ્યું કે, કોંગ્રેસનાં રાજમાં એવુ કોઇ સંરક્ષણ સોદો નહોતો જે શંકાના વર્તુળમાં નહોતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસે બોફોર્સમાં દલાલી ખાઇ અને દલાલ ક્વોત્રોચી મામાને ભગાડી દીધા. વડાપ્રદાન મોદીએ કહ્યું કે, જ્યારે રાફેલની ખરીદીની વાત સેનાએ રજુ કરી તો, કોંગ્રેસનાં નામદાર પરિવારોને ખાસ દલાલ તેમાં પણ ગયા હતા. પરિણામ એવું થયું કે આ ડીલ વર્ષો સુધી અટકેલી રહી અને સેનાની શક્તિ ઘટતી રહી. પછી 2014 પહેલા ગોટાળાથી ભરેલા વાતાવરણ વચ્ચે કોંગ્રેસે રાફેલનો ડબ્બો બંધ કરી દીધો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જલિયાવાલા બાગ દુર્ઘટના ભારતમાં બ્રિટિશ ઇતિહાસની શરમજનક દુર્ઘટના: થેરેસા મે

હેલિકોપ્ટર ગોટાળામાં પણ ખુબ દલાલી ચાલી
વડાપ્રધાન મોદીએ હેલિકોપ્ટર ગોટાળાની ચર્ચા કરતા દાવો કર્યો કે તેમાં પણ ખુબ જ દલાલી થઇ. પદ્ધતી તે જ હતી, બોફોર્સ વાળા... મિશેલ મામામ જેમ કે દલાલો વિદેશ ભગાવી દેવામાં આવ્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેમને લાગ્યું કે આ મુદ્દો દબાઇ જશે. પરંતુ તેમને એ અહેસાસ નહોતો કે ચોકીદાર આવશે અને તેના ભગાવેલા દરેક વચેટિયાને પાતાળમાંથી શોધીને લઇને આવીશું. 
ઐતિહાસિક પળ: 500 ટ્રિલિયન કીમી અંતરે રહેલા 'Black Hole'ની પહેલી તસ્વીર

વડાપ્રધાન મોદીએ ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને દેશનાં પૂર્વ સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરને યાદ કરતા કહ્યું કે, પોતાના સમર્પણ ભાવથી પોતાનાં શ્રમથી કોઇ વ્યક્તિ કઇ રીતે ઇમાનદારીથી જનહિતમાં કામ કરી શકે છે, તે પર્રિકરજીએ કરી દેખાડ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશના સંરક્ષણ મંત્રી રહેવા દરમિયાન દેશના સૈનિકો પ્રત્યે રાષ્ટ્ર સંરક્ષણ માટે જરૂરી નિર્ણયો લઇને જે સમર્પણ ભાવથે મનોહર પર્રિકરજીએ કામ કર્યું, તે અતુલનીય છે.