મુંબઈઃ Narendra Modi Threat Call: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ને મારી નાખવાની ધમકી મુંબઈ ટ્રાફિલ પોલીસને મળી છે. મુંબઈ ટ્રાફિક પોલીસની પાસે પીએમ મોદીને લઈને ધમકીભર્યો કોલ આપ્યો છે, ત્યારબાદ હડકંપ મચી ગયો છે. મુંબઈ ટ્રાફિક પોલીસને કોલ સિવાય ધમકીભર્યો મેસેજ પણ આવ્યો છે. પીએમ મોદી સાથે જોડાયેલી ધમકી બાદ મુંબઈના વર્લી પોલીસ સ્ટેશનમાં એક લેખિત ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે. આ સિવાય સાઇબર ટીમ પણ એલર્ટ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એલર્ટ મોડ પર મુંબઈ પોલીસ
નોંધનીય છે કે પોલીસે તે મોબાઇલ નંબર અને યૂઝર આઈડીને ટ્રેક કરવાનું શરૂ કરી દીધુ છે, જ્યાંથી આ કોલ આવ્યો છે. પોલીસની ટીમ એલર્ટ મોડ પર છે અને ધમકી આપનાર વ્યક્તિને શોધી રહી છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે જે પણ દોષીત હશે તે જલદી ઝડપાઈ જશે. 


ટ્રાફિક પોલીસને મોકલવામાં આવી ઓડિયો ક્લિપ
આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મુંબઈ ટ્રાફિક પોલીસને આવેલો ધમકીભર્યો કોલ ડી કંપની તરફથી હોઈ શકે છો. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીઓએ કહ્યું કે તેમને ઓડિયો ક્લિપ પણ મોકલવામાં આવી છે. 


વર્લી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ
ઉલ્લેખનીય છે કે મુંબઈ ટ્રાફિક પોલીસને પીએમ મોદીને લઈને ધમકી મળી તો તેની સૂચના મુંબઈના વર્લી પોલીસ સ્ટેશનને આપવામાં આવી છે. ત્યારબાદ વર્લી પોલીસ સ્ટેશને કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ કેસમાં સાઇબર સેલની મદદ પણ લેવામાં આવી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube