નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 22 ફેબ્રુઆરીએ ચૂંટણી રાજ્યો અસમ અને પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરશે જ્યાં તેઓ તેલ તથા ગેસ ક્ષેત્રની સાથે રેલવેની ઘણી પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) તરફથી જારી નિવેદન પ્રમાણે પીએમ મોદી સોમવારે પહેલા અસમ (assam) ના ધેમાજીમાં આયોજીત એક સમારોહમાં તેલ તથા ગેસ ક્ષેત્રની મહત્વપૂર્ણ યોજનાઓને રાષ્ટ્રને સમર્પિત કરશે. ત્યારબાદ પશ્ચિમ બંગાળ (West Bengal) ના હુગલીમાં રેલ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. 


પ્રધાનમંત્રી ધેમાજી એન્જિનિયરિંગ કોલેજનું ઉદ્ઘાટન કરશે
અસમમાં પ્રધાનમંત્રી જે તેલ તથા ગેસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે તેમાં બોંગાઈગામ સ્થિત ઈન્ડિયન ઓયલની ઇન્મેક્સ (INDMX) એકમ, ડિબ્રુગઢના મધુબન સ્થિત ઓયલ ઈન્ડિયા લિમિટેડની સહાયક ટેક ફોર્મ અને તિનસુકિયાના હેબેડા ગામનું ગેસ કમ્પ્રેસર સ્ટેશન સામેલ છે. આ અવસર પર પ્રધાનમંત્રી ધેમાજી એન્જિનિયરિંગ કોલેજનું ઉદ્ઘાટન કરશે અને સુઆલકુચી એન્જિનિયરિંગ કોલેજની આધારશિલા રાખશે. પીએમઓ પ્રમાણે આ પરિયોજનાથી ઉર્જા સુરક્ષા અને સમૃદ્ધિ ક્ષેત્રમાં એક યુગની શરૂઆત થશે અને તેમાં સ્થાનીક યુવકો માટે રોજગારની સંભાવનાઓના દ્વાર ખુલશે. 


આ પણ વાંચોઃ દેશમાં ફરી વધી રહ્યા છે Corona ના કેસ, કેન્દ્રએ આ રાજ્યોને કર્યા એલર્ટ


આ અવસર પર અસમના રાજ્યપાલ જગદીશ મુખી, મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ અને કેન્દ્રીય પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર રહેશે. બંગાળમાં પીએમ નોઆપાડા અને દક્ષિણેશ્વર વચ્ચે મેટ્રોની વિસ્તારિત સેવાનું ઉદ્ઘાટન કરશે અને આ ખંડ પર લીલી ઝંડી દેખાડી પ્રથમ ટ્રેનને રવાના કરશે. લગભગ 4.1 કિલોમીટર લાંબા આ વિસ્તારિક ખંડના નિર્માણ પર 464 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકારે ઉઠાવ્યો છે. 


આ પણ વાંચોઃ NITI Aayog: મુખ્યમંત્રીઓ સાથે મીટિંગમાં PM મોદીએ કહ્યું- ખેડૂતોને થોડા ગાઇડ કરવાની જરૂર છે


આ સિવાય પીએમ મોદી દક્ષિણ પૂર્વ રેલવેના 132 કિલોમીટર લાંબા ખડગપુર-આદિત્યપુર ત્રીજી લાઇન પરિયોજના હેઠળ કલાઈકુંડા અને ઝાડગ્રામ વચ્ચે 30 કિલોમીટર લાંબા ખંડનું ઉદ્ઘાટન કરશે. કલાઈકુંડા અને જાડગ્રામ વચ્ચે ચાર સ્ટેશનોને પુનઃવિકસિત કરવામાં આવ્યા છે. આ દરમિયાન પ્રધાનમંત્રી પૂર્વી રેલવેના હાવડા-બેન્ડેલ-અજીમગંજ ખંડ હેઠળ અજીમગંજ અને ખારગરાઘાટ રોડ વચ્ચે ડબલ ટ્રેકને રાષ્ટ્રને સમર્પિત કરશે. મહત્નવનું છે કે બંગાળ અને અસમમાં વિધાનસભા ચૂંટણી ટૂંક સમયમાં યોજાવાની છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube