નવી દિલ્હી: કોરોના વાયરસ મુદ્દે પીએમ મોદી એક અઠવાડિયામાં બીજીવાર આજે રાતે આઠ વાગે દેશવાસીઓને સંબોધન કરશે. આ મામલે પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે વૈશ્વિક મહામારી કોરોના વાયરસના વધતા પ્રકોપ અંગે કેટલીક મહત્વપૂર્ણ વાતો દેશવાસીઓ સાથે શેર કરીશ. આ અગાઉ પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરીને કહ્યું હતું કે લોકો લોકડાઉનને ગંભીરતાથી લે અને પોત પોતાના પરિજનોની સુરક્ષા કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકારોને ભલામણ કરીને એમ પણ કહ્યું હતું કે તેઓ પોતાના ત્યાં કડકાઈથી તેના નિયમો અને કાયદાનું પાલન કરાવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ પર થયો આઘાતજનક ખુલાસો, સમગ્ર દુનિયામાં ખળભળાટ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23મી માર્ચે લોકડાઉનની સ્થિતિ પર પોતાની ટ્વીટમાં લખ્યું કે લોકડાઉનને હજુ પણ લોકો ગંભીરતાથી લેતા નથી. કૃપા કરીને તમારી જાતને બચાવો. તમારા પરિવારને બચાવો, નિર્દેશોનો ગંભીરતાથી પાલન કરો. રાજ્ય સરકારોને મારી અપીલ છે કે તેઓ નિયમો અને કાયદાનું પાલન કરાવે. 


કોરોનાની દહેશત: વિમાનમાં પેસેન્જરને આવી ઉપરા ઉપરી છીંક, પાઈલટ કોકપિટમાંથી કૂદીને ભાગ્યો


અત્રે જણાવવાનું કે કોરોના વાયરસના વધતા કેસોના કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત દેશના 10થી વધુ રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિ છે. ગુજરાતમાં મહત્વના શહેરો જેમ કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર લોકડાઉન છે. રવિવારે તો લોકોએ શાંતિ જાળવી પરંતુ સોમવારે ઠેર ઠેર લોકોના જમાવડા જોવા મળી રહ્યાં છે. દિલ્હી-નોઈડા એક્સપ્રેસ હાઈવે પર તો સોમવારે જામ લાગી ગયો. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ટ્વીટ સામે આવી છે. 


જુઓ LIVE TV



વડોદરામાં લોકડાઉન બાદ બજારો ખુલ્યા
વડોદરામાં પણ લોકડાઉન બાદ બજારો  ખુલેલા જોવા મળ્યાં. મોટા ભાગના વિસ્તારોમાં દુકાનો ખુલી, લોકો રસ્તાઓ પર નીકળ્યાં. મ્યુનિસિપલ કમિશનરે પોલીસ કમિશનર સાથે વાત કરી છે. મળતી માહિતી મુજબ રોડ પરથી લોકોને દુર કરવા તથા બજારો બંધ કરાવવા માટે એક્શન લેવાની સૂચના આપી છે.