નવી દિલ્હી: ભાજપના નવી દિલ્હી સ્થિત કેંદ્રીય કાર્યાલય મંગળવાર (28 ઓગસ્ટ)ના રોજ આયોજિત મુખ્યમંત્રી પરિષદની બેઠક છે. જે બેઠકમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી તથા ઉપ મુખ્યમંત્રી સહિત ગઠબંધન સરકારોમાં સામેલ ભાજપના ઉપ મુખ્યમંત્રી ભાગ લેશે. જાણકારી અનુસાર બેઠકમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા સાથે કેંદ્વ સરકારની કલ્યાણકારી યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેઠકમાં વડાપ્રધાન નરેંદ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, પ્રમુખ કેંદ્રીય મંત્રી તથા સિલેક્ટેડ પદાધિકારીઓ હાજર રહેશે. આગામી ચૂંટણી પહેલાં આ અંતિમ મુખ્યમંત્રી પરિષદની બેઠક હોઇ શકે છે. આ બેઠકમાં આ વખતે કેંદ્ર સરકારની ગરીબ કલ્યાણ યોજનાઓ તથા સામાજિક સુરક્ષાઓ પર દરેક રાજ્ય પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. દર છ મહિનામાં આયોજિત થનાર આ બેઠકમાં જન આરોગ્ય-આયુષ્માન ભારત પર પ્રસ્તૃતિકરણ કરવામાં આવી શકે છે. 


મળતી માહિતી અનુસાર બેઠકમાં એક સત્ર ચૂંટણીની તૈયારીઓ થશે. જે રાજ્યોમાં લોકસભા પહેલાં વિધાનસભાની ચૂંટણી છે, તેમની વ્યાપક સમીક્ષા સાથે બાકી રાજ્યોમાંથી લોકસભા ચૂંટણી પર અત્યાર સુધીની તૈયારીઓનું વિવરણ લેવામાં આવશે. 


તમને જણાવી દઇએ કે મોદીના સત્તામાં આવ્યા બાદ 2014થી મુખ્યમંત્રીઓની વાર્ષિક બેઠકની આ પરંપરા ચાલી રહી છે. આ બેઠક સરવારે 10 વાગે શરૂ થશે. અમિત શાહ બેઠકમાં ઉદઘાટન ભાષણ આપશે, જ્યારે વડાપ્રધાન સમાપન સત્રને સંબોધિત કરશે.