શિવપુરી: લોકસભા ચૂંટણી 2019 માટે મધ્ય પ્રદેશના મુરૈના સંસદીય બેઠકથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેરાત થઈ ગયા બાદ પણ કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે 'મને હજુ સુધી ખબર નથી કે મુરૈનાથી પણ હું ચૂંટણી લડીશ કે નહીં.' ગ્વાલિયર સંસદીય ક્ષેત્રમાં આવતી શિવપુરી જિલ્લાની પોહરી વિધાનસભામાં કાર્યકર્તાઓના સંમેલનમાં ગુરુવારે એક નેતાએ તોમરના ગ્વાલિયરની જગ્યાએ મુરૈનાથી ચૂંટણી લડવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના જવાબમાં તોમરે કહ્યું કે એક વક્તાએ ગ્વાલિયરથી ચૂંટણી ન લડવાની વાત કરી અને મુરૈનાથી ચૂંટણી લડવાનો ઉલ્લેખ કર્યો, પરંતુ "મને હજુ એ નથી ખબર કે હું મુરૈનાથી ચૂંટણી લડીશ કે નહીં."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે આગળ કહ્યું કે હું ક્યાંથી ચૂંટણી લડું, કોઈ બીજી જગ્યાએથી ચૂંટણી લડુ કે પછીં ક્યાંથી પણ ચૂંટણી ન લડું, પરંતુ બધાએ એ ધ્યાન રાખવું જોઈએ કે કોઈનું સાંસદ બનવું ન બનવું એ મહત્વપૂર્ણ નથી, મહત્વપૂર્ણ એ છે કે ભાજપ શક્તિશાળી બની રહે. જો ભાજપ શક્તિશાળી હોય અને તમે તેના કાર્યકર્તાઓ છો તો આ સંબંધ જ્યાં સુધી શરીરમાં શ્વાસ રહેશે ત્યાં સુધી રહેશે. 


આ બાજુ કોંગ્રેસે મધ્ય પ્રદેશની મુરૈના બેઠકથી રામ નિવાસ રાવતને ટિકિટ આપી છે. રામનિવાસ રાવતનું નામ પહેલેથી ચર્ચામાં હતું. રાવત મધ્ય પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે. રાવત 2018ની વિધાનસભા ચૂંટણીમાં વિજયપુર બેઠકથી ભાજપના સીતારામ આદિવાસીથી ચૂંટણી હાર્યા હતાં. આ અગાઉ તેઓ 1990, 1993, 2003, 2008, 2013માં વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે. રાવત દિગ્વિજય સિંહના શાસનકાળમાં 1993થી 1998 સુધી શ્રમ મંત્રી હતાં. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...