`નારી શક્તિ` : ઓક્સફોર્ડ ડિક્શનરીનો વર્ષ 2018નો હિન્દી શબ્દ બન્યો
`નારી શક્તિ` સંસ્કૃતમાંથી બનેલો શબ્દ છે, જેમાં `નારી`નો અર્થ થાય છે `મહિલા` અને `શક્તિ`નો અર્થ થાય છે `તાકાત`
જયપુરઃ 'નારી શક્તિ' (મહિલા સશક્તીકરણ) ઓક્સફોર્ડ ડિક્શનરીનો વર્ષ 2018નો હિન્દી શબ્દ જાહેર કરવામાં આવ્યો છે. ગયા વર્ષે આ શબ્દ ઘણો જ ચર્ચામાં રહ્યો હતો. 'નારી શક્તિ' સંસ્કૃતમાંથી બનેલો શબ્દ છે, જેમાં 'નારી'નો અર્થ થાય છે 'મહિલા' અને 'શક્તિ'નો અર્થ થાય છે 'તાકાત'. આ શબ્દનો ઉપયોગ મહિલા તેના જીવનનાં નિર્ણયો પોતાના હાથમાં લે છે તેના અર્થમાં કરવામાં આવે છે.
જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં આ અંગેની જાહેરાત કરાઈ હતી. શબ્દ 'નારી શક્તિ' માર્ચ-2018માં સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો જ્યારે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે 'નારી શક્તિ પુરસ્કાર' (વૂમન પાવર એવોર્ડ) આપવાની જાહેરાત કરી હતી.
ઓક્સફોર્ડ ડિક્શનરી લેંગ્વેજ ચેમ્પિયન, કૃતિકા અગ્રવાલે જણાવ્યું કે, "નારી શક્તી અથવા મહિલા તાકાત શબ્દ વર્ષ 2018માં મહિલા સશક્તીકરણનો પર્યાય બન્યો હતો. આ શબ્દ મહિલાઓએ જે હિંમત પ્રાપ્ત કરી છે તેનું પ્રતિનિધિત્વ કરે છે અને અગાઉ ક્યારેય ન જોવા મળી હોય એવી મહિલા ભાઈચારાની લાગણીને વધુ મજબૂત બનાવી હતી. આ એક લાગણી છે અને વર્ષ 2019માં તે વધુ આગળ વધશે."
બાબા સાહેબ આંબેડકરના પૌત્રએ આંતકી સંગઠન સાથે કરી RSSની સરખામણી
તેમણે વધુમાં જણાવ્યું કે, 'નારી શક્તિ' એક ચળવળ છે અને તેમાં મહિલા અને પુરુષ બંને વર્ગ સંકળાયેલો છે. આપણે આ લડાઈને વધુ આગળ ચલાવાની છે.
કૃતિકાએ વધુ માહિતા આપતા જણાવ્યું કે, 'વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા બે આદેશમાં પણ 'નારી શક્તિ' સ્પષ્ટ રીતે જોવા મળી હતી. એક 'ટ્રિપલ તલાક' પર પ્રતિબંધ મુકવો, જે તાત્કાલિક છૂટાછાડે આપવાની એક વિવાદિત ઈસ્લામિક પરંપરા છે અને સાથે જ કેરળના મંદિરમાં યુવતીથી માંડીને મહિલાઓ (10થી 50 વર્ષના વયજૂથ)ને મંદિરમાં પ્રવેશ નહીં આપવાના નિયમને રદ્દ કરવો.'
સુરત : બ્રિજ પરથી જઈ રહેલ બાઈક પર પડ્યું જાહેરાતનું મોટું ગડર, Live દ્રશ્યો કેદ થયા
ઓક્સફોર્ડ ડિક્શનરી માટે 'હિન્દિ વર્ડ ઓફ ધ યર' ઓક્સફોર્ડ ડિક્નરીની ભારતની ટીમ દ્વારા ભાષા નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવે છે.