નવી દિલ્હી : મંગળ ગ્રહ પર જીવનની સંભાવનાઓ શોધવા અને તેની સંરચનાને સમજવા માટે વિશ્વનાં વૈજ્ઞાનિકો એકત્ર થયા છે. આ ક્રમમાં અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાને મોટી સફળતા મળી છે. 26 નવેમ્બરે મંગળ ગ્રહ પર ઉતરેલા નાસાનાં અંતરિક્ષ સંશોધન ઇનસાઇડ લેન્ડરે અહીંની હવાનો અવાજ રેકોર્ડ કરવામાં સફળતા મેળવી છે. એવું પહેલીવાર થયું છે કે લાલ ગ્રહ પર ચાલતી હવાનાં અવાજને રેકોર્ડ કરવામાં આવ્યો હોય. આ સાથે જ નાસાનાં આ અંતરિક્ષ સંશોધન યાને મંગળની જમીન પર થયેલા કંપનને પણ રેકોર્ડ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે 5 મેના રોજ લોંચ કરવામાં આવેલા નાસાના ઇનસાઇટ લેન્ડર સંશોધન યાન 26 નવેમ્બરે જ મંગળની સપાટી પર ઉતરી છે. તેમાં મંગળની સપાટી પર ઉતર્યું છે. તેમાં મંગળ સંશોધન માટે અનેક અત્યાધુનિક  ઉપકરણ લગાવવામાં આવ્યા છે. તેમાંથી એક છે સિસ્મોમીટર (seismometer). નાસાના અનુસાર આ ઉપકરણ દ્વારા  મંગળ ગ્રહ પર આવનારા ભૂકંપોને માપવાનું સરળ બનશે. આ સંશોધન યાને સિસ્મોમીટર દ્વારા 1 ડિસેમ્બરે મંગળ ગ્રહની સપાટી પર કંપનનો અનુભવ કર્યો. આ સાથે જ ત્યાં ચાલતી હવાનો અવાજ પણ રેકોર્ડ કર્યો છે. 



નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી (જેપીએલ) દ્વારા આ અંગે એક ઓડિયો ક્લિપ ઇશ્યું કરવામાં આવી છે. તેમાં મંગળ ગ્રહ પર વહેતી હવા અને તેનાં અવાજને સ્પષ્ટ રીતે સાંભળી શકાય છે. તેના અનુસાર આ હવાની ઝડપ 16 કિલોમીટર પ્રતિ કલાકથી 24 કિલોમીટર પ્રતિ કલાક વચ્ચે આંકવામાં આવી છે. તે હવાઓ ઉત્તર-પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમ તરફ ચાલી રહી હતી.


નાસાના અનુસાર આ અવાજ સાંભળી શકાય છે. જો કે તેનો અવાજ ખુબ જ ઓછો હતો. તેને માત્ર ઇયર ફોન દ્વારા જ સાંભળી શકાય છે. તેનાં માટે અંતરિક્ષ એજન્સીના વૈજ્ઞાનિકોએ તેને લેપટોપ અને મોબાઇલ ફોન દ્વારા સાંભળવા લાગયક બનાવ્યો હતો.