નવી દિલ્હીઃ Sea Level: સમુદ્રનું વધતું જળસ્તર ઘણા નાના ટાપુઓ અને ઘણા દેશો માટે મોટો ખતરો છે. નાસાના તાજેતરના મૂલ્યાંકન દર્શાવે છે કે છેલ્લા 30 વર્ષમાં દરિયાની સપાટીમાં 9 સેમીથી વધુનો વધારો થયો છે. 9 સેમી એક નાની સંખ્યા જેવી લાગે છે, પરંતુ દરિયાની સપાટીમાં આ રીતે વધારો ખરેખર ખરાબ સમાચાર છે. જો કે આ સરખામણીમાં ખૂબ જ નાનો ફેરફાર લાગે છે, તેને અવગણી શકાય તેમ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુનિયાના મોટા દેશોને તેનાથી ખતરો
સમુદ્રનું જળસ્તર વધવાને લઈને વર્લ્ડ મીટિયરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન (WMO) ના વર્તમાન રિપોર્ટમાં પણ ચેતવણી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈ, શાંઘાઈ, ઢાકા, બેંગકોક, જકાર્તા, માટુપો, ન્યૂયોર્ક, લોસ એન્જલિસ, બ્યૂનોસ એયર્સ, સૈનટિયાગોલાગોસ, કાયરો, લંડન અને કોપેનહેગન જેવા દુનિયાના મોટા શહેરોને તેનાથી ખતરો છે. 


આ પણ વાંચોઃ 50 વર્ષ જૂના વૃક્ષે તેની જગ્યા બદલી! વિકાસ અને પ્રકૃતિ સાથે સાથે, જુઓ તસવીરો


લા નીના (La Niña) તે પ્રાકૃતિક પ્રભાવ છે, જે સમય-સમય પર મહાનગરોને ઠંડુ કરવાનું કામ કરે છે. પરંતુ તેના કારણમાં થનારા ફેરફારને જુઓ, ત્યારે પણ સમુદ્રનું સ્તર ખુબ વધી રહ્યું છે. અનુમાન પ્રમાણે 2050 સુધી સમુદ્રનું સ્કર 0.66 સેન્ટીમીટર પ્રતિ વર્ષના હિસાબથી વધવાનું શરૂ થઈ જશે. 


વધતા જળ સ્તરથી ભારત કેટલું પ્રભાવિત
વિશ્વ હવામાન સંસ્થાએ પણ પોતાના રિપોર્ટમાં ભારતને લઈને ચેતવણી આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સમુદ્રના વધતા જળ સ્તરને કારણે ભારત પણ મોટા જોખમમાં છે. રિપોર્ટ અનુસાર, ભારતનું મુંબઈ શહેર સૌથી વધુ જોખમમાં છે. વર્ષ 2021 માં, ઇન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ (IPCC) એ તેનો રિપોર્ટ રજૂ કર્યો. રિપોર્ટના આધારે, RMSI એ અનુમાન લગાવ્યું છે કે વર્ષ 2050 સુધીમાં મુંબઈ, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, તિરુવનંતપુરમ, કોચી અને મેંગલોર સહિત ઘણા શહેરો દરિયાઈ સપાટી વધવાને કારણે ડૂબી શકે છે. જો કે, શહેરો સંપૂર્ણ રીતે ડૂબી ગયાનું કહેવામાં આવ્યું ન હતું, પરંતુ તે નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થિત ગામોને અસર કરી શકે છે. ત્રણેય બાજુઓથી સમુદ્રથી ઘેરાયેલા હોવાથી ભારતનો દરિયાકિનારો 7,500 કિમી લાંબો છે. લોકો તેની આસપાસ ગીચ વસ્તીમાં રહે છે, તેથી દરિયાની સપાટીમાં વધારો હળવાશથી લઈ શકાય નહીં.


આ પણ વાંચોઃ વારંવાર થાય છે કોરોના, તો શરીરની ઈમ્યુનિટી માટે મોટો ખતરો: નિષ્ણાતોએ આપી ચેતવણી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube