નવી દિલ્હીઃ કોરોના (Corona) નો કહેર વિશ્વભરમાં ચાલી રહ્યો છે. આ વચ્ચે વેક્સિનેસન ડ્રાઇવ પણ સ્પીડમાં ચાલી રહી છે. કેન્દ્ર તરફથી અત્યાર સુધી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 20 કરોડથી વધુ રસીના ડોઝ ફ્રીમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે અને 1.84 કરોડથી વધુ ડોઝ તેની પાસે ઉપલબ્ધ છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ાગામી ત્રણ દિવસમાં 51 લાખ ડોઝ મળી જશે. હાલ બે સ્વદેશી વેક્સિન સિવાય રશિયાની  Sputnik V Vaccine પણ આવી ચુકી છે. આ વચ્ચે Nasal Spray Covid Vaccine પર પણ કામ ચાલી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7 Vaccine પર કામ ચાલુ
જાણકારોનું માનવું છે કે નાકથી અપાતી વેક્સિન  (Nasal Spray Covid Vaccine) કોરોના સામે જંગમાં મોટુ હથિયાર સાબિત થશે. આ વેક્સિનનેો માત્ર એક ડોઝ અસરકારક હશે પરંતુ સવાલ ઉઠે છે કે તે રસી ક્યાં સુધી આવશે? થોડા દિવસ પહેલા વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે 7 Nasal Spray Covid Vaccine પર કામ ચાલી રહ્યું છે. તેની ક્લિનિકલ ટ્રાયલ યૂકે, યૂએસ, ભારત અને ચીન જેવા દેશોમાં ચાલી રહી છે. 


આ પણ વાંચોઃ કોવિશીલ્ડના બીજા ડોઝ માટે બુક કરી લીધી છે અપોઈન્મેન્ટ, તો આ નવો નિયમ જરૂર જાણી લો


શું છે તેના ફાયદા?
જાણકારો પ્રમાણે નાકથી અપાતી નોઝલ સ્પ્રે વેક્સિન (Nasal Spray Covid Vaccine) વધુ પ્રભાવી રહેશે. કોરોના વિરુદ્ધ લડાઈમાં તે ગેમચેન્જર સાબિત થઈ શકે છે. આ વેક્સિનના પ્રયોગમાં ઇન્ફેક્શનનો ખતરો ઓછો હશે. નોઝલ વેક્સિનની બાળકો પર પણ ટ્રાયલ ચાલી રહી છે. આ વેક્સિનનો માત્ર એક ડોઝ કામ કરશે જ્યારે અન્ય વેક્સિનના બે ડોઝ આપવામાં આવી રહ્યાં છે. તેનાથી ટ્રાન્સમિશનની ચેન તૂટશે. સ્ટોરેજની સમસ્યા ઓછી થશે. શ્વાસથી સંક્રમણનો ખતરો ઓછો થઈ જશે. 


કઈ-કઈ વેક્સિન પર ચાલી રહ્યું છે કામ
ભારત બાયોટેક

ભારત બાયોટેક નોઝલ વેક્સિન પર કામ કરી રહ્યું છે. ડિસેમ્બર સુધી વેક્સિનના 10 કરોડ ડોઝ બનાવવામાં આવી શકે છે. હાલ ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે. 


સીરમ ઈન્સ્ટિટ્યુટ
સીરમ ઈન્સ્ટિટ્યુટ (SII) ની સાથે મળી અમેરિકી કંપની કોડાઝેનિક્સ (Codagenix) ઇન્ટ્રાનેઝલ વેક્સિન COVI-VAC પર કામ કરી રહી છે. આ પણ સિંગલ ડોઝવાળી કોવિડ વેક્સિન હશે. 


આ પણ વાંચોઃ Covid vaccination: વેક્સિન લીધા બાદ હોસ્પિટલમાં દાખલ થવાની આશંકા માત્ર 0.06 ટકાઃ રિસર્ચ


ઓલ્ટઇમ્યૂન
અમેરિકી કંપની ઓલ્ટઇમ્યૂન (Altimmune) પણ એડકોવિડ  (AdCOVID) નામની વેક્સિન બનાવી રહી છે, જે નાક દ્વારા આપવામાં આવશે. આ વેક્સિન ક્લિનિકલ ટ્રાયલના પ્રથમ તબક્કામાં છે. 


રોકોટે લેબોરેટ્રીઝ
ફિનલેન્ડની કંપની રોકોટે લેબોરેટ્રીઝ પણ આ પ્રકારની વેક્સિન પર કામ કરી રહી છે. 


SaNOtize- 
કેનેડાની સેનોટાઇઝ  (SaNOtize) ના બ્રિટનમાં બીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ સફળ રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે કંપની હવે ભારતમાં એન્ટ્રી માટે પાર્ટનર શોધી રહી છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube