નવી દિલ્હીઃ Bharat Biotech Intra Nasal Vaccine: દેશ પોતાની આઝાદીના 75 વર્ષ પૂરા થવાનો જશ્ન મનાવી રહ્યો છે અને આ દિવસે કોરોના સામે ચાલી રહેલા જંગમાં મોટી સફળતા મળી છે. કોવેક્સીન બનાવનારી કંપની ભારત બાયોટેકે કોરોનાની નોઝલ વેક્સીનની ટ્રાયલમાં મહત્વની સફળતા હાસિલ કરી છે. આ વેક્સીનનું વૈજ્ઞાનિક નામ BBV154 છે અને નોઝલ વેક્સીન પર બે પ્રકારની ટ્રાયલ ચાલી રહી હતી. પ્રથમ ટ્રાયલ કોરોનાની બે ડોઝવાળી પ્રાઇમરી વેક્સીનને લઈને ચાલી રહી હતી અને બીજી એવા બૂસ્ટર ડોઝ તરીકે જે કોવિશીલ્ડ અને કોવેક્સીન લગાવનાર બંને પ્રકારના લોકોને આપી શકાશે. આ બંનેના ક્લીનિકલ ટ્રાયલનો ત્રીજો તબક્કો પૂરો થઈ ગયો છે. તેને ડેટા ડ્રગ કંટ્રોલર ઓફ ઈન્ડિયાને જમા કરાવી દેવામાં આવ્યો છે. હવે ડ્રગ કંટ્રોલરની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી આ ડેટાનો રિવ્યૂ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રાયલમાં મળ્યા શાનદાર પરિણામ
કોરોનાના બે ડોઝવાળી નોઝલ વેક્સીનની ટ્રાયલ 3100 લોકો પર કરવામાં આવી છે. ભારતમાં 14 જગ્યાએ ટ્રાયલ થઈ છે. હેટેરોલોગસ બૂસ્ટર ડોઝની ટ્રાયલ 875 લોકો પર થઈ છે અને ભારતમાં 9 જગ્યાએ ટ્રાયલ કરવામાં આવી હતી. બંને સ્ટડીમાં વોલેન્ટિયર્સને કોઈ સમસ્યા થઈ નહીં. હેટેરોલોગસ બૂસ્ટર ડોઝ એટલે કે એવી વેક્સીન જે કોવિશીલ્ડ અને કોવેક્સીન લઈ ચુકેલા લોકો પણ લઈ શકશે. 


શરૂઆતી પરિણામ પ્રમાણે નાકથી અપાતી આ વેક્સીન રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે શ્વાસનળી અને ફેફસામાં કોરોનાથી લડવા માટે એન્ટીબોડી પેદા કરી શકે છે, જેનાથી ઇન્ફેક્શન ઘટે છે અને સંક્રમણ ઓછું ફેલાય છે. પરંતુ તેનો વધુ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ વેક્સીનને ભારત બાયોટેકે વોશિંગટનની સેન્ટ લુઈસ યુનિવર્સિટી સાથે મળીને બનાવી છે. 


મહિલાએ એટલા આદરથી તિરંગાની આરતી ઉતારી...Video જોઈ લોકોની આંખો ભીની થઈ


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સ્વતંત્રતા દિવસ પર કોરોના સામે લડાઈ મજબૂતી સાથે લડવા માટે દેશની જનતા અને વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી છે. તેમણે લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં કહ્યું કે ભારતે ટાઇમ બાઉન્ડ રીતે લોકોને કોરોના વેક્સીનના 200 કરોડ ડોઝ આપવાનો રેકોર્ડ બનાવ્યો છે. જે કોઈ અન્ય દેશ માટે સંભવ થયું નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube