3 મહિનામાં LoC પર એક પણ ગોળી ચાલી નથી, પરંતુ આતંકવાદ વિરુદ્ધ લડાઈ જારીઃ સેના પ્રમુખ
સીઝફાયર ઉલ્લંઘનનો ઉલ્લેખ કરતા જનરલ નરવણેએ કહ્યુ કે, સમજુતી લાગૂ થયા બાદ બન્ને સેનાઓ દ્વારા સરહદ પારથી ગોળીબારીની એક પણ ઘટના થઈ નથી, પરંતુ જમ્મુ સેક્ટરમાં પાકિસ્તાની રેન્જરો સાથે જોડાયેલી એક ઘટના થઈ હતી.
નવી દિલ્હીઃ સેના પ્રમુખ જનરલ એમ એમ નરવણેએ કહ્યુ કે, છેલ્લા ત્રણ મહિનાથી જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LOC) પર ભારતીય અને પાકિસ્તાની સેનાઓ વચ્ચે સંઘર્ષ વિરામથી શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન મળ્યું છે. તેમણે કહ્યું કે, બન્ને પાડોશી દેશો વચ્ચે સંબંધોને સામાન્ય બનાવવાની દિશામાં એક લાંબી રાહમાં આ પ્રથમ પગલું છે. જનરલ નરવણેએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ કે, સંઘર્ષ વિરામનો અર્થ એવો નથી કે આતંકવાદ વિરુદ્ધ ભારતની લડાઈ રોકાઈ ગઈ છે.
તેમણે કહ્યું કે, તે વિશ્વાસ કરવાનું કોઈ કારણ નથી કે પાકિસ્તાની સેના દ્વારા એલઓસી પર આતંકી માળખાને ખતમ કરી દેવામાં આવ્યું છે. સેના પ્રમુખે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ઘુષણખોરીના પ્રયાસો અને આતંકવાદી ઘટનાઓમાં કમીમાં નિરંતરતા ભારતને સારા પાડોશી સંબંધોને આગળ વધારવાના સંબંધમાં પાકિસ્તાનના ઇરાદા વિશે વિશ્વાસ અપાવશે.
આ પણ વાંચોઃ Corona મહામારીમાં અનાથ થયેલા બાળકો માટે કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત
જનરલ નરવણેએ કહ્યુ કે, સંઘર્ષ વિરામ સમજુતીના પાલનથી ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાના સમગ્ર દ્રષ્ટિકોણમાં ચોક્કસપણે યોગદાન મળ્યું છે અને ક્ષેત્રમાં શાંતિના માહોલની સંભાવનાઓને બળ મળ્યું છે. ભારત અને પાકિસ્તાને નિયંત્રણ રેખા પર અને અન્ય ક્ષેત્રોમાં સંઘર્ષ વિરામ સંબંધી બધી સમજુતીનું પાલન કરવા માટે 25 ફેબ્રુઆરીએ સહમતિ વ્યક્ત કરી હતી. સેના પ્રમુખે કહ્યું- એલઓસી પર સંઘર્ષ વિરામનો તે અર્થ નથી કે આતંકવાદ વિરુદ્ધ અમારી લડાઈ રોકાઈ છે. અમારી પાસે તે માનવાનું કોઈ કારણ નથી કે પાકિસ્તાની સેનાએ એલઓસી પર આતંકવાદી માળખાને ખતમ કરી દીધા છે.
સંઘર્ષ વિરામનો ઉલ્લેખ કરતા જનરલ નરવણેએ કહ્યુ કે, સમજુતી લાગૂ થયા બાદ બન્ને સેનાઓ દ્વારા સરહદની પારથી ગોળીબારીની એકપણ ઘટના થઈ નથી, પરંતુ જમ્મુ સેક્ટરમાં પાકિસ્તાન રેન્જરો સાથે જોડાયેલી એક ઘટના થઈ હતી. તેમણે કહ્યું- આ વર્ષે અમે જમ્મુ અને કાશ્મીરમાં હિંસાના સ્તરમાં ભારે કમી જોઈ છે. સુરક્ષા દળ અને અન્ય સરકારી એજન્સીઓ આતંકવાદી સમૂહો પર દબાવ બનાવી રાખવા પર કામ કરી રહી છે. સેના પ્રમુખે કહ્યુ કે, એલઓસીની પાસે નાગરિકો અને સૈન્ય જીવનને ભારે નુકસાનને કારણે 2003ના સંઘર્ષ વિરામ સમજુતીનું પાલન કરના માટે નવી રીતે ભાર આપવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળના લોકોની ભલાઈ માટે પીએમને પગે લાગવા તૈયારઃ મમતા બેનર્જી
તેમણે કહ્યું ગોળીબારી બંધ કરવી બન્ને સેનાઓ વચ્ચે વિશ્વાસ સ્થાપવા, શાંતિની તક આપવા અને એલઓસી પર રહેતા લોકોના હિતમાં છે. સેના પ્રમુખે કહ્યું- પાકિસ્તાનની સાથે સંબંધોને સામાન્ય બનાવવાના લાંબા માર્ગમાં આ પ્રથમ પગલું છે. અમે અમારા તરફથી સંઘર્ષ વિરામ જારી રાખવા ઈચ્છશું જેથી સંબંધોમાં સ્થિરતા અને સુધાર થઈ શકે. તેમણે કહ્યું કે અમે શાંતિ માટે એક અનુકૂળ માહોલ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આ વર્ષે આર્થિક ગતિવિધિઓ સારી રીતે શરૂ થઈ હતી, પરંતુ કોરોના વાયરસ મહામારીને કારણે ધીમી થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube