નવી દિલ્હીઃ મતદાનના દિવસે હવે ગુજરાતનો મતદાતા દિલ્હી કે કોલકત્તા ગમે ત્યાંથી મતદાન કરી શકશે. ચૂંટણી પંચ હવે નવી ટેકનિકના માધ્યમથી અસંભવ કામને સંભવ કરવા જઈ રહ્યું છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા આયોગ આ ટેકનિકને સંપૂર્ણ પણે લાગૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પંચના આ પ્રોજેક્ટ હેઠળ જો મતદાતા મતદાનના દિવસે મતદાતા પોતાના પોલિંગ બૂથ પર હાજર ન હોય તો તે નેશનલ બૂથ પર મતદાન કરી શકે છે. નેશનલ બૂથ દેશના અલગ-અલગ ભાગ ખાસ કરીને મોટા શહેરોમાં બનાવવામાં આવશે. ચૂંટણી પંચનો પ્રોજેક્ટ અત્યારે રિસર્ચના સ્તર પર છે. 


IIT મદ્રાસનો સહયોગ
ચૂંટણી પંચ અને આઈઆઈટી મદ્રાસ વચ્ચે આ પ્રોજેક્ટનો ડમી રન આગામી મહિને ચૂંટણી પંચની સામે આઈઆઈટી મદ્રાસ તરફથી કરવામાં આવશે. મતદાનના દિવસે જો તમે પોલિંગ બૂથ પર હાજર ન રહી શકો તો નેશનલ પોલિંગ બૂથ પર તમે તમારો મત બીજી જગ્યાએ આપી શકો છો. જેમ કે લોકસભા ચૂંટણીમાં ગુજરાતનો મતદાતા દિલ્હીમાં છે તો તે દિલ્હીમાં બનેલા નેશનલ બૂથ પર મત આપી શકે છે. 


ભારતમાં ચીનના રાજદૂતે કહ્યું, કોરોના વાયરસ વિરુદ્ધ જંગ ચોક્કસપણે જીતશું


હેકિંગ કે ટેમ્પરિંગનો પ્રયત્ન પકડાય જશે
સૂત્રો પ્રમાણે, બ્લોકચેન ટેકનિકનો ઉપયોગ આ પ્રોજેક્ટમાં કરવામાં આવ્યો છે, જે મુજબ ટૂ વે વોટિંગની જોગવાઈ છે. આ ટેકનિકની ખાસિયત છે કે જો કોઈ હેકિંગ કે ટેમ્પરિંગનો પ્રયત્ન કરશે તો પકડાય જશે. 


1થી 2 વર્ષનો સમય લાગશે
ચૂંટણી પંચ તરફથી મહોર અને કાયદામાં ફેરફાર બાદ આ ટેકનિકનો ઉપયોગ થઈ શકશે. પંચના સૂત્રો પ્રમાણે જમીન પર નવી ટેકનિકની સાથે મતદાન શરૂ કરવામાં હજુ 1થી 2 વર્ષનો સમય લાગી શકે છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...