નવી દિલ્હીઃ રાષ્ટ્રીય પછાત વર્ગને બંધારણિય દરજ્જો આપવા સંબંધિત બંધારણ સંશોધન બિલને સંસદની મંજૂરી મળી ગઈ છે. રાજ્યસભાએ સોમવારે આ સંબંધિત સંવિધાન (123મું સંશોધન) બિલ 2017ને 156ના મુકાબલે શૂન્ય મતોથી પસાર કર્યું. લોકસભામાં આ પહેલા જ પાસ થઈ ચૂક્યું છે. સંવિધાન સંશોધન હોવાને કારણે ખરડા પર મત વિભાજન કરવામાં આવ્યું, જેમાં તમામ 156 સભ્યોએ તેના પક્ષમાં મતદાન કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખરડા પર ચર્ચાનો જવાબ આપતા સામાજિક ન્યાય તથા આધિકારિતા પ્રધાન થાવરચંદ ગેહલોકે કહ્યું કે, આ બિલ પસાર થયા બાદ રાજ્યોના અધિકારોના હનન હોવાના સંબંધમાં કેટલાક સભ્યોએ જે આશંકા વ્યક્ત કરી છે, તે નિર્મૂલ છે. તેમણે કહ્યું કે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિની કેન્દ્રીય તથા રાજ્યોની સૂચી એક સમાન હોય છે પરંતુ ઓબીસીના મામલામાં આ અલગ-અલગ છે. 


તેમણે કહ્યું કે, રાજ્ય પોતાના માટે ઓબીસી જાતિઓ પર નિર્ણય કરવાને લઈને સ્વતંત્ર છે. આ બિલ કાયદો બન્યા બાદ જો રાજ્ય કોઇ જાતિને ઓબીસીની કેન્દ્રીય યાદીમાં સામેલ કરવા ઈચ્છે છે તો તે સીધુ કેન્દ્રના આયોગને મોકલી શકે છે. તેમણે કહ્યું, હું વિશ્વાસ અપાવું છું કે આયોગની ભલામણો રાજ્ય માટે બંધનકારી નહીં હોય. ભારતના સંવિધાનનું અને સંશોધન કરનારા, લોકસભા દ્વારા યથાવર્જિત તથા સંશોધનની સાથે રાજ્યસભા દ્વારા પરત કરેલ બિલમાં પૃષ્ઠ એકની પંક્તિ એકમાં 68માંના સ્થાન પર 69મો શબ્દ પ્રતિસ્થાપિત કરવાની વાત કહેવામાં આવી છે. 


તેમાં કહેવામાં આવ્યું કે, ખંડ ત્રણના પૃષ્ઠ 2 અને પૃષ્ઠ 3 તથા ખંડ 3ના સ્થાન પર રાજ્યસભા દ્વારા કરેલા સંશોધનોમાં પૃષ્ઠ 2 અને 3 પર નીચેના સંશોધન સ્થાપિત કરવામાં આવી- સંવિધાનના અનુચ્છેડ 338 (ક) બાદ નવો અનુચ્છેડ 338 (ખ) સ્થાપિત કરવામાં આવશે. તેમાં સામાજિક તથા શૈક્ષણિક દ્રષ્ટિએ પછાત વર્ગો માટે રાષ્ટ્રીય પછાત વર્ગ નામક એક નવું આયોગ હશે. 


પદ્ધતિના કાયદા મુજબ આયોગમાં એક અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને ત્રણ અન્ય સભ્યો હશે. આ પ્રકારે નિયુક્ત અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને અન્ય સભ્યોની સેવા શરતો તથા સમયગાળો એવો હશે જે રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવશે. આયોગની પાસે પોતાની પ્રક્રિયાનું નિયમન કરવાના અધિકાર હશે. આયોગને બંધારણની હદમાં રહીને સામાજિક તથા શૈક્ષણિક દ્રષ્ટિથી પછાત વર્ગો માટે પૂરા પાડવામાં આવેલા સુરક્ષા ઉપાયથી સંબંધિ મામલાની તપાસ અને ધ્યાન રાખવાનો અધિકાર હશે. આ સિાય આયોગ પછાત વર્ગના સામાજિક તથા આર્થિક વિકાસમાં ભાગ લેશે અને સલાહ આપશે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય પછાત વર્ગ પંચને બંધારણિય દરજ્જો આપવા સંબંધિત બિલ પૂર્વમાં લોકસભામાં પાસ થયું હતું અને રાજ્યસભાએ તેને કેટલાક સંશોધનોની સાથે પાસ કર્યું છે.