નવી દિલ્હીઃ બાળકો વચ્ચે લોકપ્રિય કેડબરી Bournvita માં શુગરની માત્રાને લઈને વિવાદ વધી રહ્યો છે. પાછલા દિવસોમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર રેવંત હિમતસિંગ્કાએ એક વીડિયો બનાવી બોર્નવિટામાં શુગરની માત્રા પર સવાલ ઉઠાવ્યા હતા. હવે બોર્નવિટા બ્રાન્ડની માલિકીવાળી કંપની મોન્ડેલેઝ ઈન્ડિયાને રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ NCPCR એ એક નોટિસ મોકલી છે. આ નોટિસમાં બોર્નવિટાને કથિત રીતે ભ્રામક, પેકેજિંગ અને લેબલ પરત લેવાનું કહેવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કહ્યું NCPCR એઃ NCPCR પ્રમાણે તેને ફરિયાદ મળી છે જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે બોર્નવિટામાં શુગર અને અન્ય પદાર્થ વધારે હોય છે, જે બાળકોના સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. આ મામલા પર પેનલની રચના કરી વિસ્તૃત રિપોર્ટ સાત દિવસની અંદર મોકલવાનું કહ્યું છે. 


શું છે મામલોઃ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર રેવંત હિમતસિંગ્કાએ એક વીડિયો બનાવી દાવો કર્યો છે કે બોર્નવિટા ભ્રામક જાહેરાત આપે છે. 


આ પણ વાંચોઃ 40 છોકરીઓનો એક જ પતિ! નામ છે 'રૂપચંદ'! એના નામના ચાલે છે સિક્કા, રસપ્રદ છે સ્ટોરી


કાર્યવાહીની ચેતવણી
રાષ્ટ્રીય બાળ આયોગે બોર્નવિટાની ફરિયાદ FSSAI અને ગ્રાહક મામલાના મુખ્યાલયને આગળની કાર્યવાહી માટે મોકલી છે. રાષ્ટ્રીય બાળ આયોગના અધ્યક્ષ પ્રિયાંક કાનૂનગો તરફથી બોર્નવિટાને મોકલવામાં આવેલી નોટિસમાં લખ્ યું છે કે ફરિયાદોને ધ્યાનમાં રાખી આયોગ સીઆરપીસી અધિનિયમ 2005ની કલમ 13 હેઠળ પોતાની શક્તિઓનો પ્રયોગ કરી કાર્યવાહી કરશે. હવે તે જોવાનું રહેશે કે બોર્નવિટા આ નોટિસ બાદ શું કરે છે. કંપની પોતાની ભ્રામક જાહેરાત હટાવે છે કે નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube