National Vaccination: વેક્સિનેશન પ્રોગ્રામ માટે સરકારની નવી ગાઇડલાઇન જાહેર, 21 જૂનથી થશે લાગૂ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) તરફથી 21 જૂનથી લાગૂ થનાર રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ (National Vaccination Program) માટે સંશોધિત દિશાનિર્દેશો જારી કરી દેવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ સોમવારે દેશને સંબોધિત કરતા 21 જૂનથી દેશના દરેક રાજ્યમાં 18 વર્ષથી મોટી ઉંમરના બધા નાગરિકોને ફ્રી વેક્સિન ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી. તેને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) તરફથી 21 જૂનથી લાગૂ થનાર રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ માટે સંશોધિત દિશાનિર્દેશ જારી કરવામાં આવ્યા છે.
75% વેક્સિન ખરીદી રાજ્યોને આપશે કેન્દ્ર સરકાર
રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ (National Vaccination Program) ને લઈને સરકાર તરફથી જારી નવી ગાઇડલાઇન અનુસાર કેન્દ્ર સરકાર વેક્સિન નિર્માતા કંપનીઓ પાસેથી 75 ટકા વેક્સિન ખરીદી કરી રાજ્યોને ફ્રી આપશે. કેન્દ્ર પાસેથી મળેલી વેક્સિન રાજ્ય સરકારો હેલ્થવર્કર, ફ્રંટલાઇન વર્કર્સ, 45થી વધુ ઉંમરના અને 18-44 વર્ષના લોકોને સરકારી સેન્ટર પર ફ્રી વેક્સિન આપશે.
રસીકરણની પ્રાથમિકતા નક્કી કરશે રાજ્ય
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઇડલાઇન અનુસાર, ક્યા ગ્રુપને રસીકરણમાં પ્રાથમિકતા આપવાની છે તે રાજ્ય સરકાર નક્કી કરશે. રાજ્યોને કેટલાક વેક્સિનના ડોઝ મળશે તે રાજ્યની વસ્તી, કોરોના કેસ અને વેક્સિનની બરબાદી પર નક્કી થશે.
આ પણ વાંચોઃ New Covid-19 Variant: નવા કોરોના વેરિએન્ટની એન્ટ્રી!, બ્રાઝિલ અને યુકેના રસ્તે ભારતમાં પ્રવેશી ગયો
ખાનગી હોસ્પિટલ માટે પણ નિયમ નક્કી
ગાઇડલાઇન અનુસાર ખાનગી હોસ્પિટલ વેક્સિનના એક ડોઝની કિંમતથી વધુમાં વધુ 150 રૂપિયા સર્વિસ ચાર્જ લઈ શકે છે. એટલે કે ખાનગી હોસ્પિટલોમાં કોવિશીલ્ડના એક ડોઝની વધુમાં વધુ કિંમત 750 રૂપિયા હશે, જ્યારે કોવૈક્સીન માટે વધુમાં વધુ કિંમત 1350 રૂપિયા હોઈ શકે છે.
આપવામાં આવી શકે છે ઓનસાઇટ રજીસ્ટ્રેશનની સુવિધાૉ
સરકારી અને ખાનગી વેક્સિનેશન સેન્ટર લોકોની સુવિધા માટે તેને ઓનસાઇટ રજીસ્ટ્રેશન (Registration for Corona Vaccine) ની પણ સુવિધા આપી શકશે. આ નવી ગાઇડલાઇન 21 જૂનથી લાગૂ થશે અને સરકાર તેની સમયે-સમયે સમીક્ષા કરતી રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube