Ahmedabad people: પાક્કા અમદાવાદીઓને કેવી રીતે ઓળખશો? PM મોદીએ કહ્યું કઈક એવું...સાંભળીને હાસ્યના ફૂવારા છૂટશે
Narendra Modi Speech: પીએમ નરેન્દ્ર મોદીએ નેશનલ ક્રિએટર્સ એવોર્ડ 2024ના કાર્યક્રમમાં જણાવ્યું કે જો તમને કોઈ અમદાવાદી મળી જાય તો તેને તમે પૂછ્યા વગર કેવી રીતે ઓળખી શકો.
PM Modi On Ahmedabad people: પીએમ નરેન્દ્ર મોદીએ આજે નેશનલ ક્રિએટર્સ એવોર્ડ 2024માં દેશ માટે ટોપ ક્રિએટર્સને સન્માનિત કર્યા. આ અવસરે પીએમ મોદીએ એક મજેદાર વાત જણાવી કે અમદાવાદના લોકોને તમે કેવી રીતે ઓળખી શકો. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે મારી વાતનું કોઈએ ખોટું લગાડવું નહીં. તેને મજાક તરીકે જ લો. ત્યારબાદ પીએમ મોદીએ અમદાવાદના લોકોની ઓળખ કરવા સંલગ્ન એક કહાની સંભળાવી.
કેવી રીતે અમદાવાદીઓને ઓળખવા?
પીએમ મોદીએ કહ્યું કે એકવાર એક ટ્રેન અમદાવાદ સ્ટેશન પર ઊભી રહી. તેમાં બેઠેલો એક મુસાફર સ્ટેશનનું બોર્ડ જોઈ શક્યો નહીં અને તેણે ત્યાં પ્લેટફોર્મ પર હાજર એક વ્યક્તિને પૂછ્યું કે ભાઈ આ કયું સ્ટેશન છે. જેના પર પ્લેટફોર્મ પર હાજર વ્યક્તિએ કહ્યું કે જો ચાર આના આપશો તો જ હું જણાવીશ. તેના જવાબમાં મુસાફરે કહ્યું કે તમે નહીં કહો તો પણ મને ખબર પડી ગઈ કે આ અમદાવાદ સ્ટેશન છે.
પીએમની વાત સાંભળીને બધા હસી પડ્યા
પીએમ મોદીએ જેવી આ વાત જણાવી કે કાર્યક્રમમાં હાજર લોકો જોર જોરથી હસવા લાગ્યા. જો કે પીએમ મોદીએ આ કહાની સંભળાવીને એ જણાવવાની કોશિશ કરી કે અમદાવાદના લોકો કેટલા બિઝનેસ માઈન્ડેડ હોય છે. તેઓ હરતા ફરતા પણ બિઝનેસ વિશે જ વિચારતા હોય છે.
કોણ કોણ થયા સન્માનિત
અત્રે જણાવવાનું કે નેશનલ ક્રિએટર્સ એવોર્ડ 2024માં પીએમ મોદીએ ભજન ગાયક મૈથિલી ઠાકુર, કથાવાચક અને મોટિવેશનલ સ્પીકર જયા કિશોરી, પોડકાસ્ટ બીયર બાઈસેપ્સ યુટ્યુબ ચેનલવાળા રણવીર અલ્લાહબાદીયા અને ટ્રાવેલ બ્લોગર કામિની જાનીને એવોર્ડ આપ્યો. આ સાથે જ પીએમ મોદીએ આ ક્રિએટર્સના ખુબ વખાણ પણ કર્યા.
પીએમ મોદીની અપીલ
પીએમમોદીએ આ દરમિયાન એક આગ્રહ પણ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે જો તમે ભારતમાં કોઈ જગ્યાએ ફરવા જતા હોવ તો ત્યાંની લોકલ વસ્તુ જરૂર ખરીદો. આ ઉપરાંત ફક્ત ભાગદોડ ન કરો, જ્યાં પણ જાઓ ત્યાં ઓછામાં ઓછો એક દિવસ જરૂર રોકાઓ.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube