National Deworming Day 2023: રાષ્ટ્રીય કૃમિમુક્ત દિવસ, જાણો શાં માટે ઉજવાય છે, શું છે મહત્વ
National Deworming Day 2023: લોકોને ડિવોર્મિંગના મહત્વ અંગે જાગૃત કરવા માટે 10 ફેબ્રુઆરીનો દિવસ રાષ્ટ્રીય કૃમિમુક્ત દિવસ તરીકે ઉજવાય છે. ખાસ કરીને 1 વર્ષથી લઈને 9 વર્ષની ઉંમરના બાળકો કે જેઓ સૌથી નબળા હોય છે. આ દિવસ ઉજવવાની શરૂઆત સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 2015માં કરવામાં આવી હતી.
National Deworming Day 2023: લોકોને ડિવોર્મિંગના મહત્વ અંગે જાગૃત કરવા માટે 10 ફેબ્રુઆરીનો દિવસ રાષ્ટ્રીય કૃમિમુક્ત દિવસ તરીકે ઉજવાય છે. ખાસ કરીને 1 વર્ષથી લઈને 9 વર્ષની ઉંમરના બાળકો કે જેઓ સૌથી નબળા હોય છે. આ દિવસ ઉજવવાની શરૂઆત સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 2015માં કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ આંતરડાના કીડાઓ કે જેને કૃમિ પણ કહીએ છીએ તેમના વિશે જાગૃતતા વધારવા અને બાળકોમાં આ કૃમિના પૂર્ણ રીતે ઉન્મૂલનનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનો છે. દુનિયાની લગભગ 24 ટકા વસ્તી માટીથી સંક્રમિત કૃમિ (કીડા)થી સંક્રમિત છે.
રાષ્ટ્રીય કૃમિમુક્ત દિવસનું મહત્વ
પરજીવી કીડા લોકો અને જાનવરો બંનેના સમાજ માટે જોખમી છે. બાળકો બહાર રમતી વખતે માટીના સંપર્કમાં આવવાથી કૃમિના સંક્રમણને રોકવું અશક્ય છે. કૃમિ સંક્રમણ બાળકોના જીવનની ગુણવત્તાને ઓછી કરી શકે છે, તેમના શારીરિક વિકાસ અને માનસિક વિકાસને અવરોધી શકે છે.
બાળકોનું સમયસર અને યોગ્ય રીતે ડીવોર્મિંગ કરવું જરૂરી
તેનાથી શાળાઓમાં ખરાબ ઉત્પાદકતા થઈ શકે છે. તેમની ઉપસ્થિતિ પ્રભાવિત થઈ શકે છે અને તેમના શિક્ષણ અને ભવિષ્યમાં વિધ્ન આવી શકે છે. આથી બાળકોનું સમયસર અને યોગ્ય ડીવોર્મિંગ એક જરૂરિયાત છે. આંતરડાના કીડા ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ટ્રેક્ટમાં મળી આવે છે અને શરીરને નુકસાન પહોંચાડે છે.
ભારત બનશે સુપરપાવર!, J&K માંથી મળ્યો જબરદસ્ત ખજાનો, દુનિયાની આંખો થઈ પહોળી
હવે 10 દેશોમાં NRI નંબરથી થઈ શકશે UPI પેમેન્ટ, જાણો વિગતો
PM મોદીને MAની પરીક્ષામાં કેટલા મળ્યા હતા માર્ક્સ, ક્લિક કરીને ખાસ જાણો
શૌચાલયનો ઉપયોગ કરતા પહેલા અને પછી નિયમિત રીતે સાબુ અને ગરમ પાણીથી હાથ ધોવાથી આંતરડાના કીડાઓથી બચી શકાય છે.
પરજીવી આંતરડાના કીડાથી બાળકોને ખતરો
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના જણાવ્યાં મુજબ વિશ્વની લગભગ 24 ટકા વસ્તી આ પ્રકારના કીડાથી સંક્રમિત છે. પરિણામે ભારતમાં 1થી 14 વર્ષની આયુના લગભગ 241 મિલિયન બાળકોમાં પરજીવી આંતરડાના કીડા હોવાનું જોખમ છે.
શું છે લક્ષણો?
- પેટમાં દુ:ખાવો
- ઝાડા, ઉલ્ટી
- ગેસ/ સોજા
- થાક
- અચાનક વજન ઘટવું
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube