COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NFHS-5 Sex Ratio Data:  દેશમાં પહેલીવાર પુરુષોની સરખામણીએ મહિલાઓની વસ્તીમાં વધારો જોવા મળ્યો છે. હવે દર 1000 પુરુષોએ 1020 મહિલાઓ છે. આઝાદી બાદ પહેલીવાર એવું બન્યું કે જ્યારે પુરુષો કરતા મહિલાઓની સંખ્યા 1000 ઉપર પહોંચી છે. આ આંકડા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5) માં સામે  આવ્યા છે. આ અગાઉ 2015-16 માં થયેલા NFHS-4માં આ આંકડો 1000 પુરુષોએ 991 મહિલાઓનો હતો. 


એટલું જ નહીં જન્મ સમયે પણ સેક્સ રેશિયોમાં સુધારો થયો છે. 2015-16માં તે પ્રત્યેક 1000  બાળકો પર 919 બાળકીઓનો હતો. જ્યારે હવે 2019-21માં તે સુધરીને પ્રત્યેક 1000 બાળકો પર 929 બાળકોઓનો થયો છે. 


ગામડામાં વધ્યો સેક્સ રેશિયો
NFHS-5 ના આંકડામાં એ પણ સામે આવ્યું છે કે સેક્સ રેશિયોમાં સુધારો શહેરોની સરખામણીએ ગામડાઓ વધુ સારો જોવા મળ્યો છે. ગામડાઓમાં દર 1000 પુરુષો પર 1037 મહિલાઓનો છે. જ્યારે શહેરોમાં 1000 પુરુષોએ 985 મહિલાઓ છે. NFHS-4માં પણ આ જ વાત સામે આવી હતી. તે સર્વે પ્રમાણે ગામડાઓમાં પ્રત્યેક 1000 પુરુષો પર 1009 મહિલાઓ હતી અને શહેરોમાં આ આંકડો 956નો હતો. 


Kerala: લગ્નના 7 જ મહિનામાં યુવતીએ જીવ દઈ દીધો, સ્યૂસાઈડ નોટમાં લખ્યું- 'પપ્પા તમે સાચા હતા'


23 રાજ્યોમાં 1000 પુરુષોમાં મહિલાઓની વસ્તી 1000થી વધુ
દેશના 23 રાજ્યો એવા છે જ્યાં પ્રત્યેક 1000 પુરુષો પર મહિલાઓની વસ્તી 1000 કરતા વધુ છે. ઉત્તર પ્રદેશમાં પ્રત્યેક હજાર પુરુષ પર 1017, બિહારમાં 1090, દિલ્હીમાં 913, મધ્ય પ્રદેશમાં 970, રાજસ્થાનમાં 1009, છત્તીસગઢમાં 1015, મહારાષ્ટ્રમાં 966, પંજાબમાં 938, હરિયાણામાં 926, ઝારખંડમાં 1050 મહિલાઓ છે. 


આઝાદી બાદથી બગડી રહ્યો હતો સેક્સ રેશિયો
1901માં સેક્સ રેશિયો પ્રત્યેક હજાર પુરુષોએ 972 મહિલાઓનો હતો. પરંતુ આઝાદી બાદ આ સંખ્યા ઘટતી જ ગઈ. 1951માં આ આંકડો ઘટીને એક હજાર પુરુષોએ 946 મહિલાઓ પર પહોંચ્યો હતો. 1871માં તે ઘટીને 930 પર આવ્યો હતો. 2011ની વસ્તીગણતરી પ્રમાણે આ આંકડો થોડો સુધર્યો અને પ્રત્યેક હજાર પુરુષો પર મહિલાઓની વસ્તી 930 પર પહોંચી હતી. 


Congress ને આ રાજ્યમાં જબરદસ્ત મોટો ઝટકો, 18માંથી 12 ધારાસભ્ય TMC માં જોડાઈ ગયા


પ્રજનન દરમાં પણ ઘટાડો
NFHS-5 ના સર્વે મુજબ દેશમાં પ્રજનન દરમાં પણ ઘટાડો થયો છે. પ્રજનન દર વસ્તીનો વૃદ્ધિ દર બતાવે છે. સર્વે મુજબ દેશમાં પ્રજનન દર 2 પર આવી ગયો છે. 2015-16માં તે 2.2 હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube