National Herald Case: નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેની ઈડીએ 8 કલાક પૂછપરછ કરી
Mallikarjun Kharge: નેશનલ હેરાલ્ડ કેસમાં આજે ઈડીના અધિકારીઓએ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેની કલાકો સુધી પૂછપરછ કરી હતી. આ દરમિયાન કોંગ્રેસે સરકાર પર આરોપ લગાવ્યા હતા.
નવી દિલ્હીઃ ED Questions Mallikarjun Kharge: કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે ગુરૂવારે કહ્યુ કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ઈડીએ નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં પૂછપરછ કરી. ઈડીની ટીમ આશરે સાડા સાત કલાક ઓફિરમાં હાજર રહી. મલ્લિકાર્જુન ખડગેએ બહાર નિકળતા સમયે કહ્યુ કે, તે ઇન્વેસ્ટિગેશનને લઈને કંઈ કહેશે નહીં.
આ પહેલા જયરામ રમેશે કહ્યુ હતુ કે રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેની ઈડી કલાકોથી પૂછપરછ કરી રહી છે. મલ્લિકાર્જુન ખડગેએ સાંજે 7.30 કલાકે ઉપરાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વા માટે ડિનરની યજમાની કરવાની હતી. તો દિવસમાં ખડગેએ રાજ્યસભાને જાણ કરી કે સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, આ વચ્ચે ઈડીએ તેમની વિરુદ્ધ સમન્સ જારી કર્યું હતું. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર કોંગ્રેસ પાર્ટીને ડરાવવા-ધમકાવવાનો પ્રયાસ કરી રહી છે.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ કે મને બપોરે 12.30 કલાકે બોલાવવામાં આવ્યો હતો. હું કાયદાનું પાલન કરવા ઈચ્છુ છું, પરંતુ શું સંસદ સત્ર દરમિયાન તેમને સમન્સ પાઠવવું યોગ્ય છે? શું પોલીસ માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના આવાસોનો ગેરાવ કરવો યોગ્ય છે? તે અમને ડરાવવા માટે આ કરી રહ્યાં છે. અમે ડરવાના નથી, અમે લડીશું.
અર્પિતા મુખર્જીની પાસે હતી 31 LIC પોલિસી, નોમિનીનું નામ જાણો તમને પણ આંચકો લાગશે
ઈડીએ બુધવારે દિલ્હીના હેરાલ્ડ હાઉસમાં યંગ ઈન્ડિયા લિમિટેડના કાર્યાલયોને આંશિક રૂપથી સીલ કરી દીધા હતા. યંગ ઈન્ડિયા એસોસિએટેડ જર્નલ્સનું માલિક છે. મલ્લિકાર્જુન ખડગે કંપનીના સત્તાવાર પ્રતિનિધિ છે અને સીલિંગ કરવાની હતી, કારણ કે તે ત્યાં નહોતા. ઈડીએ આ વર્ષે એપ્રિલમાં કોંગ્રેસ નેતા ખડગેની નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડ્રિંગની તપાસ સંબંધમાં પૂછપરછ કરી હતી. આ સિવાય પીએમએલએ કાયદા હેઠળ તેમનું નિવેદન નોંધ્યુ હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube