National Herald Case:  Enforcement Directorate (ED) એ ચર્ચિત નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સમન પાઠવી બંનેને પૂછપરછ માટે બોલાવ્યા છે. કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવી અને રણદીપ સૂરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવ્યા છે. રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે તેઓ આ નોટિસથી ડરશે નહીં. ઝૂકશે નહીં અને છાતી ઠોંકીને લડશે. સોનિયા ગાંધી પૂછપરછમાં સામેલ થશે. રાહુલ ગાંધી હાલ વિદેશ ગયા છે. જો પાછા આવી જશે તો જશે નહીં તો ઈડી પાસેથી સમય માંગવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ નેતા રણદીપ સૂરજેવાલાએ ઈડીની નોટિસને નવી કાયરતાપૂર્ણ હરકત ગણાવી છે. સૂરજેવાલાએ કહ્યું કે નેશનલ હેરાલ્ડ 1942નું અખબાર હતું. તે સમયે બ્રિટિશસરકારે તેને દબાવવાનું કામ કર્યું હતું. હવે મોદી સરકાર ઈડીનો ઉપયોગ કરીને આમ કરી રહી છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે દેશને ગુમરાહ કરવા માટે કોંગ્રેસના નેતૃત્વ વિરુદ્ધ કાયરતાપૂર્ણ ષડયંત્ર રચાઈ રહ્યું છે. 


પાર્ટી પ્રવક્તા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આ એક મોટી બીમારી છે, બીમારી વિરોધી દળોને નિશાન બનાવવાની છે. કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી વિરોધી નેતાઓ વિરુદ્ધ તપાસ એજન્સીઓનો દૂરઉપયોગ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે 2014-15થી કાર્યવાહી ચાલુ છે. એવા  કેસમાં મની લોન્ડરિંગના આરોપ લગાવવામાં આવી રહ્યા છે જેમાં નાણાની લેવડદેવડની વાત જ નથી. તેમણે દાવો કર્યો કે બદલાની ભાવના હેઠળ જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે તેમાં કોઈ દમ નથી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube