નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસમાં આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ઈડી ઓફિસે પૂછપરછ ચાલી રહી છે. મહત્વનું છે કે નેશનલ હેરાલ્ડ કેસનો મામલો સૌથી પહેલા સુબ્રમણ્યમ સ્વામીએ ઉઠાવ્યો હતો. નેશનલ હેરાલ્ડ કેસ મુદ્દે સુબ્રમણ્યમ સ્વામીએ આ મુદ્દે વાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી 2014થી જામીન પર છે. તેમણે કહ્યું કે, આ કેસમાં તમામ તથ્ય છે. હવે થોડા દિવસમાં તે જેલ જવાના છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ કે, 2013-2014માં મેં સોનિયા-રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. 


સ્વામીએ કહ્યુ કે હજુ માત્ર પૂછપરછ થઈ છે, ધરપકડ થવાની બાકી છે. તેમણે કહ્યું કે આ ફ્રોડ નેશનલ હેરાલ્ડની બિલ્ડિંગને લઈને છે. બદલાની ભાવનાથી કેસના આરોપ પર સ્વામીએ કહ્યુ કે, બધા ચોર આમ કહે છે. બંને નેતા 50 હજારના બોન્ડ પર જામીન પર બહાર છે. સરકારના દબાવથી આ કેસ ચાલતો હોવાની વાત પર સ્વામીએ કહ્યુ કે, મૂળ કેસ 420, ચોરી જેવી કલમ લગાવવામાં આવી હતી. ઇન્કમ ટેક્સ વિભાગે પણ તેની તપાસ કરી હતી. 


સ્વામીએ કહ્યુ કે નેશનલ હેરાલ્ડની ઓફિસો સરકારે પોતાના હાથમાં લઈ લીધા છે. સ્વામીએ કહ્યુ કે, આજે જે વાત થઈ તે 50 લાખ રૂપિયા કોંગ્રેસ પાર્ટીને આપવાના મુદ્દે છે. આ 50 લાખ રૂપિયા આપી 90 કરોડની સંપત્તિ મેળવવાનું આ કૌભાંડ હતું. મોતીલાલ વોરાએ 9 કરોડ શેર 10 રૂપિયાના ભાવે છાપી આપી દીધા હતા. જેનાથી તે 90 ટકા શેરના માલિક બની ગયા હતા. આ ફ્રોડ હતો.


આ પણ વાંચોઃ બંગાળમાં રાજ્યપાલની જગ્યાએ હવે CM મમતા બેનર્જી હશે યુનિવર્સિટીના ચાન્સલેર, વિધાનસભામાં બિલ પાસ


સુબ્રમણ્યમ સ્વામીના આ છે આરોપ
વર્ષ 2012માં ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ નીચલી કોર્ટમાં એક ફરિયાદ દાખલ કરી. તેમણે આરોપ લગાવ્યો કે યંગ ઈન્ડિયા લિમિટેડ  દ્વારા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડના અધિગ્રહણમાં છેતરપિંડી, વિશ્વાસઘાત કરાયો. તેમાં કોંગ્રેસના કેટલાક નેતાઓ સામેલ હતા. સ્વામીનો આરોપ હતો કે YIL એ નેશનલ હેરાલ્ડની સંપત્તિ પર ખોટી રીતે કબજો જમાવ્યો. 


સ્વામીનો આરોપ છે કે ગાંધી પરિવારે કોંગ્રેસ પાર્ટીના ફંડનો ઉપયોગ કરીને AJL નું અધિગ્રહણ કર્યું. સ્વામીના આરોપોનું માનીએ તો તેનો હેતુ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની 2000 કરોડ રૂપિયાની સંપત્તિ પર કબજો કરવાની કોશિશ હતી. અત્રે જણાવવાનું કે જ્યારે 2008માં નેશનલ હેરાલ્ડ બંધ થઈ રહ્યું હતું ત્યારે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ પર  કોંગ્રેસનું 90 કરોડનું દેવું હતું. આ લોન અખબારનું સંચાલન ફરીથી કરવા માટે અપાઈ હતી. પરંતુ અખબારનું સંચાલન શક્ય બન્યું નહીં અને AJL આ કરજ કોંગ્રેસને ચૂકવી શક્યું નહીં. 


ત્યારબાદ કોંગ્રેસે 26 ફેબ્રુઆરી 2011ના રોજ કોંગ્રેસે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની 90 કરોડ રૂપિયાની દેવાદારીને પોતાના માથે લઈ લીધી હતી. જેનો અર્થ એ થયો કે પાર્ટીએ તેને 90 કરોડ રૂપિયાની લોન આપી હતી. સ્વામીનો આરોપ છે કે યંગ ઈન્ડિયા લિમિટેડે 90 કરોડ રૂપિયાની વસૂલીના અધિકારને પ્રાપ્ત કરવા માટે માત્ર 50 લાખ રૂપિયાની ચૂકવણી કરી હતી. જે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ પર કોંગ્રેસનું બાકી લેણું હતું. 2010માં યંગ ઈન્ડિયાએ આ 50 લાખના બદલે કરજ માફ કર્યું અને AJL પર યંગ ઈન્ડિયાનું નિયંત્રણ થયું. 


સ્વામીએ આરોપ લગાવ્યો કે આ સાથે જ યંગ ઈન્ડિયાએ AJL ની દિલ્હી-એનસીઆર, લખનઉ, મુંબઈ, અને અન્ય શહેરોમાં રહેલી સંપત્તિ પર કબજો કરી લીધો. તેમણે આ મામલે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો. આરોપ લગાવ્યો કે ગાંધી પરિવારે છળ કપટનો ઉપયોગ કરીને લાખોની સંપત્તિ 'દુર્ભાવનાપૂર્ણ' રીતે 'અધિગ્રહણ' કરી. સ્વામીએ એવો પણ આરોપ લગાવ્યો કે AJL ને ગેરકાયદેસર રીતે લોન અપાઈ કારણ કે તે પાર્ટી ફંડથી લેવાઈ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube