ED દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ: કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અનેક નેતાઓ કસ્ટડીમાં લેવાયા
National Herald Case: રાહુલ ગાંધી ઈડી સામે હાજર થાય તે પહેલા કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધીના સમર્થનમાં પાર્ટી હેડક્વાર્ટર પાસે પ્રદર્શન કર્યું. દિલ્હી પોલીસે અનેક લોકોની અટકાયત કરી.
National Herald Case: નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ સોમવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પૂછપરછ કરી. આજે રાહુલ ગાંધી ફરી ઈડીના સવાલોના જવાબ આપશે. રાહુલની આજે સતત બીજીવાર પેશી છે. આ અગાઉ સોમવારે ઈડી ઓફિસમાં તેમની લગભગ સાડા આઠ કલાક પૂછપરછ થઈ હતી.
બીજા રાઉન્ડની પૂછપરછ શરૂ
રાહુલ ગાંધી લંચ બાદ હવે ફરીથી ઈડીના સવાલોનો સામનો કરવા માટે ઈડી ઓફિસ પહોંચી ગયા છે.
લંચ માટે ઘરે પહોંચ્યા રાહુલ ગાંધી
આજે સતત બીજા દિવસે રાહુલ ગાંધીની પૂછપરછ થઈ રહી છે. લંચ માટે ઈડી ઓફિસથી રાહુલ ગાંધી બહાર નીકળ્યા અને ત્યારબાદ તેઓ ઘરે પહોંચ્યા. તેમને મળવા માટે તેમના બહેન અને કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી પણ ત્યાં પહોંચ્યા. લંચ બાદ ફરીથી પૂછપરછ થશે.
આજે સતત બીજા દિવસે રાહુલ ગાંધીની પૂછપરછ થઈ રહી છે. લંચ માટે ઈડી ઓફિસથી રાહુલ ગાંધી બહાર નીકળ્યા અને ત્યારબાદ ફરીથી તેમની પૂછપરછ શરૂ થશે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube