રાષ્ટ્રીય સ્તરની સ્વિમરનું શારીરિક શોષણ, રમત મંત્રીની કડક કાર્યવાહી
રમત ગમત મંત્રાલયે માહિતી આપી છે કે ગોવા સ્વિમિંગ એસોસિએશનના આરોપી કોચ સુરજીત ગાંગુલીનો કોન્ટ્રાક્ટ રદ્દ કરી દીધો છે
હુગલી : પશ્ચિમ બંગાળમાં હુગલીનાં રહેવાસી રાષ્ટ્રી સ્તરની મહિલા સ્વીમર સાથે શારીરિક શોષણ (sexually molested) ની ઘટના બની છે. આરોપ ચે કે તેનું શારીરિક શોષણ તેના કોચે કર્યું છે. આ મુદ્દે સંજ્ઞાન લેતા રમત ગમત મંત્રી કિરણ રિજિજુએ માહિતી આપી છે કે ગોવા સ્વમિંગ એસોસિએશનનાં આરોપી કોચ સુરજીત ગાંગુલીનો કોન્ટ્રાક્ટ રદ્દ કરી દેવાયો છે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ સ્વમિંગ ફેડરેશન સાથે ચર્ચા કરશે કે આરોપી કોચને દેશમાં ક્યાંય પણ નોકરી ન મળે. આ તમામ ફેડરેશન અને અન્ય સંસ્થામાં લાગુ થશે.
સરકારી કમાણી કરવા નહી પરંતુ નિયમોના પાલન માટે વધાર્યો છે દંડ: ગડકરી
હુગલીનો રહેવાસી 15 વર્ષનાં રાષ્ટ્રીય સ્તરની સ્વીમર તેની સાથે થયેલા શારીરિક શોષણનો ખુલાસો ફેસબુક પર કર્યો છે. આ ખેલાડી ગોવા તરફથી સ્વિમિંગ કરતી હતી. રાષ્ટ્રીય અને રાજ્ય સ્તર પર તેણે અનેક મેડલ પ્રાપ્ત કર્યા છે. બંગાળની સુરજીત ગાંગુલી તેના કોચ હતા અને ત્યાર બાદ 2017-18માં સુરજીત બંગાળ છોડીને ગોવા જતો રહ્યો હતો.
રેલવેએ પહેલા કહ્યું મફત પહોંચાડીશું પાણી, હવે 9 કરોડનું બિલ પકડાવ્યું !
જો કે સ્વિમરે બચપણથી સુરજીત પાસે શિક્ષણ લીધુ હોવાનાં કારણે તે પણ પરિવાર સાથેગોવા શિફ્ટ થઇ હતી. બંગાળથી ગોવા શિફ્ટ થવામાં થોડા સમય માટે તેની પ્રેક્ટિસ છુટી ગઇ હતી. જેથી રાજકોટમાં યોજાયેલી એક પ્રતિયોગિતામાં તેનું પ્રદર્શન સારુ રહ્યું નહોતું. આ ઉપરાંત કેટલાક સમયથી સ્વિમરનું ધ્યાન પણ સ્વિમિંગમાંથી હટી ગયું હોય તેવું લાગી રહ્યું હતું. જેથી તેના પિતાએ તેની પુછપરછ કરતા સ્વિમરે સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો હતો. જેથી સ્વિમરનો પરિવાર ગભરાઇ ગયો હતો. તેઓ ફરીથી બંગાળ શિફ્ટ થઇ ગયા હતા. પશ્ચિમ બંગાળમાં તેમણે પોલીસ ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે ફરિયાદ નોંધવાની મનાઇ કર્યા બાદ સ્વિમરે ફેસબુક પર પોતાની વ્યથા વર્ણવી હતી. ત્યાર બાદ પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. કેન્દ્ર સરકારે પણ આ ઘટનાને ગંભીરતાથી લેતા કોચ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી.