National Mathematics Day 2022:​ શૂન્યનો આવિષ્કાર અને તેના સિદ્ધાંતોને ભારતે પરિભાષિત ભારતે કર્યું હતો, જે પેછી દુનિયામાં શેષ નંબરોનું મૂલ્યાંકન વધ્યું અને ગણિતને એક નવી દિશા મળી. ગણિતના સંદર્ભમાં આ ભારતીય દ્રષ્ટિકોણને આગળ ધપાવ્યું મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ અયંગર રામાનુજને, જેમનો જન્મદિવસ પર શ્રદ્ધાંજલિ સ્વરૂપ ભારતમાં રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે. તેવામાં એ જાણવું જરૂરી છે કે, રામાનુજને ગણિતના ક્ષેત્રમાં ક્યા વિશેષ કાર્ય કર્યા છે કે, તેમના જન્મદિવસને રાષ્ટ્રીય ગણિત દિવસના રૂપમાં સમર્પિત કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રીય ગણિત દિવસનું મહત્વ-
રાષ્ટ્રીય ગણિત દિવસ સમગ્ર ભારતમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસને વિશેષ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ગણિત પ્રત્યે જાગૃત કરવાનો છે. આ દિવસે ગણિતના શિક્ષકો અને વિદ્યાર્થીઓને શિબિર તેમજ અન્ય મંચોના માધ્યમથી પ્રશિક્ષણ આપવામાં આવે છે. સાથે જ અમુક ક્ષેત્રોમાં ગણિત અને અનુસંધાન વગેરે પર ચર્ચા તેમજ ડિબેટ કરવામાં આવે છે.


રાષ્ટ્રીય ગણિત દિવસનો ઈતિહાસ-
22 ડિસેમ્બર 2012ના રોજ તત્કાલિન પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહે ચેન્નઈમાં આયોજીત એક કાર્યક્રમમાં મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ અયંગર રામાનુજનની 125મી વર્ષગાંઠના અવસરે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા હતા. આ જ અવસરે તેમણે શ્રીનિવાસ રામાનુજનના જન્મદિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. જે પછી દર વર્ષે 22 ડિસેમ્બરે પુરા દેશમાં રાષ્ટ્રીય ગણિત દિવસ મનાવવામાં આવે છે.


કોણ છે શ્રીનિવાસ રામાનુજન-
શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર 1887ના રોજ મદ્રાસ (ચેન્નઈ)થી 400 કિમી દૂર ઈરોડમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતા શ્રીનિવાસ આયંગર અને માતા કોમલ તમ્મલ. તેમને બાળપણથી ગણિતનો શોખ હતો. 12 વર્ષની ઉંમરે, તેઓ ત્રિકોણમિતિમાં નિપુણ બન્યા, 15 વર્ષની ઉંમરે, તેમણે એપ્લાઇડ મેથસમાં જ્યોર્જ શોબ્રિજ કરીને સિનોપ્સિસ ઓફ એલીમેન્ટ્રી રિઝલ્ટની પ્રતિ પ્રાપ્ત કરી. પ્રાથમિક પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. 1904માં ગણિતમાં વિશેષ યોગદાન આપવા માટે તેમને રંગનાથ રાવ પુરસ્કાર મળ્યો અને 1908માં તેમના લગ્ન જાનકી સાથે થયા હતા.


તેમનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું. તે મિત્રો પાસેથી પુસ્તકો ઉછીના લઈને વાંચત હતા. નાણાકીય જરૂરિયાતો માટે, મદ્રાસ ટ્રસ્ટ પોર્ટની ઓફિસમાં ક્લાર્ક તરીકે કામ કર્યું. નોકરી દરમિયાન તેઓ ફ્રિ ટાઈમમાં ગણિતના પ્રશ્નો ઉકેલતા હતા. એકવાર એક અંગ્રેજે તેમના પત્રો વાંચ્યા, તે ખૂબ જ પ્રભાવિત થયા. તેમણે રામાનુજનને ઓક્સફર્ડ યુનિવર્સિટી ભણવા મોકલ્યા. રામાનુજનથી પ્રભાવિત થઈને, રોયલ સોસાયટીએ તેમને વર્ષ 1918માં ફેલોશિપ આપી. રામાનુજન આ સન્માન મેળવનાર એશિયાના પ્રથમ વ્યક્તિ હતા. નંબર થિયરી પરના તેમના અદ્ભુત કાર્યને કારણે, તેમને 'સંખ્યાનો જાદુગર' કહેવામાં આવે છે. 26 એપ્રિલ, 1920ના રોજ માત્ર 33 વર્ષની વયે કુમ્બનમ ખાતે તેમનું અવસાન થયું હતું.