નવી દિલ્હી: સ્વર કોકિલા લતા મંગેશકરનું આજે મુંબઈમાં નિધન થઈ ગયું. લતા મંગેશકરની યાદમાં કેન્દ્ર સરકારે બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આ દરમિયાન દેશનો તિરંગો ઝંડો લતા મંગેશકરની યાદમાં અડધી કાઠીએ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લતા મંગેશકરે આજે સવારે 8.12 વાગે છેલ્લા શ્વાસ લીધા. બ્રીચ કેન્ડી હોસ્પિટલના જણાવ્યાં મુજબ સ્વર કોકિલા લતા મંગેશકરનું નિધન મલ્ટીપલ ઓર્ગન ફેલિયરના કારણે થયું. નિધન સમયે તેમની ઉંમર 92 વર્ષ હતી. 


Lata Mangeshkar Passes: શોકમાં ડૂબ્યો દેશ, લતાજી એ ગાયા છે ગુજરાતી ભાષામાં અનેક સુપરહીટ ગીતો અને ગરબા


અત્રે જણાવવાનું કે લતા મંગેશકર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ગત 8 જાન્યુઆરીથી કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ એડમિટ થયા હતા. થોડા દિવસ માટે લતા મંગેશકરને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તબિયતમાં સુધાર થયા બાદ તેમને વેન્ટિલેટરથી હટાવી પણ દેવાયા હતા પરંતુ ત્યારબાદ તબિયત બગડી અને ફરીથી વેન્ટિલેટર પર લઈ જવાયા હતા. લતા મંગેશકરના નિધન બાદ સિને જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 


Lata Mangeshkar ના 20 સદાબહાર ગીતો; જેણે દીદીને અમર કર્યા, સાંભળીને તમે સંગીતને અલગ જ સ્થાને જોશો


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભારત રત્ન લતા મંગશકરના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે હું શબ્દોની પીડાથી પરે છું. લતા દીદી આપણને છોડીને જતા રહ્યા. લતા દીદીના જવાથી દેશમાં એક એવું ખાલીપણું સર્જાયું છે જેને ભરી શકાય નહીં. આવનારી પેઢીઓ યાદ રાખશે કે લતા મંગશકર કેટલા મોટા કલાકાર હતા. તેમના અવાજમાં લાકોના મનને મોહવાની તાકાત હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube