Crime News: ખરેખર કેટલાક કિસ્સાઓ તમને વિચારતા કરી મૂકે છે. ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં બે યુવકોએ મોબાઈલ ફોન આપવાના બહાને 17 વર્ષની યુવતી પર ચાલતી કારમાં બળાત્કાર ગુજાર્યો હતો. આ સમયે અકસ્માત થતાં તેઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક 17 વર્ષની યુવતીએ બે યુવકો વિરુદ્ધ સામૂહિક બળાત્કારનો કેસ નોંધાવ્યો છે. આરોપીએ મોબાઈલ ફોન આપવાની લાલચ આપી તેનાં કપડાં ઉતરાવ્યા હતા. જેઓ ચાલતી કારમાં સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. દરમિયાન આ સમયે જ તેમની કાર કાબૂ બહાર ગઈ હતી અને એક થાંભલા સાથે અથડાઈ હતી, અકસ્માત બાદ આરોપીઓ ફરાર થઈ ગયો હતો. આ કેસમાં પોલીસે બે બદમાશોની ધરપકડ કરીને જેલ મોકલી દીધા છે.


મોબાઈલની લાલચમાં સગીરાએ શરીર આપી દીધું-
વાસ્તવમાં નવા જમાનાના છોકરા-છોકરીઓ મોબાઈલના એટલા ક્રેઝી થઈ ગયા છે કે તે તેના માટે બધું કરવા તૈયાર થઈ જાય છે. આ ઘટના પણ એ જ પ્રકારની છે. યુપીના ગોંડા જિલ્લામાં બની હતી. નગર કોતવાલી વિસ્તારમાં ફોરબીસગંજના રહેવાસી મોહમ્મદ આરીફ અને બલરામપુરના રહેવાસી મોહમ્મદ રિઝવાન 17 વર્ષની સગીરાને મોબાઈલ ફોનની લાલચ આપીને તેની સાથે કારમાં લઈ ગયા હતા. આજકાલ દરેક છોકરા-છોકરીને મોબાઈલ જોઈએ છે, એ કારણે તે વાતોમાં આવી ગઈ હતી. છોકરી તૈયાર થઈ જતાં બંને કાર લઈને આવ્યા અને ચાલતી કારમાં જ તેમને સગીરા પર બળાત્કાર કર્યો હતો. તેઓ સગીરાના શરીર સાથે છેડછાડ કરી રહ્યાં હતા. એ સમયે જ કાર બેકાબૂ બની જતાં તે ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી. જે બાદ બંને આરોપી સગીર યુવતી અને કાર છોડીને ભાગી ગયા હતા.


આરોપી સગીરાને નિર્જન વિસ્તારમાં છોડીને ફરાર થઈ ગયા હતો, સગીરા કોઈક રીતે તેના ઘરે પહોંચી હતી અને તેની માતાને આખી ઘટના જણાવી હતી. પીડિતા સાથે પરિવારના સભ્યો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કેસ નોંધ્યો હતો. પોલીસે આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરી અને બંને આરોપીઓની ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાંથી તેમને જેલમાં મોકલી દેવાયા છે. ખરેખર આજની પેઢી શું કરવા બેઠી છે એજ કોઈ સમજી શકતું નથી. આ કેસમાં છોકરી મરજીથી ગઈ હોવા છતાં એ સગીર હોવાથી બંને સામે બળાત્કારનો કેસ નોંધાયો છે. સગીરાની મરજીથી બળાત્કાર થાય તો પણ કાયદાની વ્યાખ્યામાં તેને બળાત્કાર જ ગણાય છે.