દરેક બીમારીનો માત્ર 20 રૂપિયામાં ઈલાજ કરે છે આ દિગ્ગજ ડોક્ટર, PM મોદીએ શેર કરી તસવીર
Dr. MC Dawar Profile: દુનિયા PM મોદી સાથેની તસવીરો શેર કરે છે, પ્રધાનમંત્રીએ આ ડોક્ટર સાથેનો ફોટો કર્યો શેર. 20 રૂપિયાની ફી, પદ્મશ્રીથી સન્માનિત... કોણ છે ડૉ. એમ.સી. ડાવર, જેમને પીએમ મોદી મળ્યા હતા?
Dr. MC Dawar Profile: સૌ કોઈ જાણે છેકે, દેશ અને દુનિયાભરમાં પ્રધાનમંત્રી મોદીના કરોડો ફેન ફોલોઅર્સ છે. વિદેશમાં પણ પીએમ મોદીની એક ઝલક મેળવવા લોકો પડાપડી કરતા હોય છે. સેંકડો લોકો પીએમ મોદી સાથેની તસવીરો પોતાના ડીપીમાં રાખતા હોય છે. તો ઘણાં લોકો એને સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે. એવામાં એ ડોક્ટર કોણ છે જેને મળીને જેની સાથેની તસવીર ખુદ પ્રધાનમંત્રીએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી. આ મુદ્દો હાલ ચર્ચામાં છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે મધ્યપ્રદેશના જબલપુર પહોંચતા પદ્મશ્રીથી સન્માનિત ડૉ. એમસી ડાવર સાથે મુલાકાત કરી. ડો.દાવર ગરીબોની સારવાર કરે છે, તેથી સમાજમાં તેમની એક ખાસ ઓળખ છે. પીએમ મોદીએ એક્સ પર એરપોર્ટ પર ડૉ. દાવર સાથેની તેમની મુલાકાતની તસવીર શેર કરી હતી. તેણે લખ્યું છે કે, જબલપુર ઉતર્યા બાદ મને એરપોર્ટ પર પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ડૉ. એમસી દાવરને મળવાનો મોકો મળ્યો. ચાલો જાણીએ કોણ છે ડૉ.ડાવર?
કોણ છે ડો.ડાવર?
ડૉ. દાવર ગરીબ અને પછાત વર્ગોની સાથે રહીને તેમની તકલીફો દૂર કરે છે, સાવ સસ્તામાં તેમનો ઈલાજ કરે છે. એજ કારણ છેકે, જબલપુર અને આસપાસના વિસ્તારોમાં લોકો તેમની પ્રશંસા કરે છે. ડો.દાવર ભારતીય સેનામાં કેપ્ટન તરીકે તૈનાત હતા.1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ડો.દાવર બાંગ્લાદેશમાં તૈનાત હતા, જ્યાં તેમણે સેંકડો ઘાયલ સૈનિકોની સારવાર કરી હતી.
યુદ્ધ સમયે સેનામાં હતા ડોક્ટર ડાવરઃ
આટલું જ નહીં, યુદ્ધ સમાપ્ત થયા પછી, સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેણે અકાળ નિવૃત્તિ લીધી. તે પછી, 1972 થી, તે જબલપુરના મદન મહેલ વિસ્તારમાં ક્લિનિક ચલાવે છે અને સારવાર આપે છે. તે એક ડૉક્ટર છે જે ગરીબોની સારવારમાં વ્યસ્ત છે. તેની ફી માત્ર 20 રૂપિયા છે. દાવરનો જન્મ 1946માં અવિભાજિત પાકિસ્તાનમાં થયો હતો. પરંતુ તેણે જબલપુરથી MBBSનો અભ્યાસ કર્યો હતો. બાદમાં તે સેનામાં જોડાયો. 1986માં તેઓ સારવાર માટે આવતા દર્દીઓ પાસેથી 2 રૂપિયા લેતા હતા. બાદમાં ફી વધારીને 3 રૂપિયા કરવામાં આવી હતી.
માત્ર 20 રૂપિયા ફીમાં આપે છે દવાઃ
વર્ષ 1997માં તેની ફી 5 રૂપિયા અને 2012માં 10 રૂપિયા થઈ ગઈ. આજે તે માત્ર 20 રૂપિયામાં દર્દીઓની સારવાર કરે છે. તે એક દિવસમાં લગભગ 200 દર્દીઓને જુએ છે. ઉલ્લેખનીય છે કે PM નરેન્દ્ર મોદીએ રવિવારે MPના જબલપુરમાં રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં રસ્તાઓ પર લોકોની ભીડ જોવા મળી હતી. આ દરમિયાન એમપીના મુખ્યમંત્રી મોહન યાદવ પણ હાજર હતા. આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. અહીં પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે.