નવી દિલ્લીઃ દેશમાંથી નૈઋત્યનું ચોમાસુ ગુરુવારે સંપૂર્ણ રીતે પાછું ખેંચાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસુ પાછું ખેંચાવાની સામાન્ય તારીખ ૧૫ ઓક્ટોબર છે. આ વખતે તેના ચાર દિવસ પછી ચોમાસુ પાછું ખેંચાયું છે. ચોમાસુ પાછું ખેંચાવાની પ્રક્રિયા સામાન્ય સમય કરતાં આઠ દિવસ પછી સ્પ્રે સપ્ટેમ્બરે શરૂ થઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય રીતે કેરલમાં પહેલી જૂને ચોમાસુ વરસાદનું આગમન થાય છે અને ૮ જુલાઇ સુધીમાં તે સમગ્ર દેશને આવરી લે છે. ભારતમાં નૈઋત્યનું ચોમાસુ પાછુ ખેંચાવાની શરૂઆત ૧૭ સપ્ટેમ્બરે થાય છે અને ૧૫ ઓક્ટોબર સુધીમાં પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂરી થાય છે. ઇન્ડિયન મીટિયોરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઇએમડી)એ જગ઼ાવ્યું હતું કે, “આજે ૧૯ ઓક્ટોબરના રોજ દેશના બાકીના ભાગોમાંથી નૈઋત્યનું ચોમાસુ સંપૂર્ણપણે પાછું ખેંચાઈ ગયું છે. ઉત્તર પૂર્વના ચોમાસાની ગતિવિધી આગામી ત્રણ દિવસમાં શરૂ થશે. જોકે, પ્રારંભક તબક્કામાં તે નબળું એવાની શક્યતા છે." 


ઉલ્લેખનીય છેકે, જનથી સપ્ટેમ્બરના ચાર મહિનાની – રાજસ્થાન અને ચોમાસુ સીઝનમાં આ વખતે ૮૬૮.૬ મોટા રાજ્યોની વિ મિમી.ની લાંબા ગાળાની સરેરાશ પહેલાં રાજકીય ગર (એલપીએ)ની તુલનામાં કુલ વરસાદ વધી રહ્યો છે ત્યારે કોં ૮૨૦મિમી, સાથે ઓછો રહ્યો છે. 


જોકે, આઇએમડીના જણાવ્યા અનુસાર ઇન્ડિયન ઓશન ડાયપોલ (આઇઓડી) અને મેડન જુલિયન ઓસિલેશનના કારણે અલ-નિનોની નકારાત્મક અસર આંશિક રીતે ઓછી થઈ હતી. વર્ષ 2023 પહેલાં ભારતમાં સતત ચાર વર્ષ સુધી ‘સામાન્ય’ અને ‘સામાન્યથી વધુ' વરસાદ નોંધાયો હતો. વરસાદ લાંબા ગાળાની સરેરાશના 96થી 104 ટકાની રેન્જમાં હોય તો સામાન્ય ગણાય છે. અલ-નિનોની સ્થિતિ હોય ત્યારે દેશમાં હવામાન સુકું રહે છે અને ચોમાસુ પવનો નબળા પડે છે.