Who is Manoj Soni: મહારાષ્ટ્રની ટ્રેઇની IAS પૂજા ખેડકરના ફર્જિવાડા વચ્ચે UPSCના ચેરમેન મનોજ સોનીએ રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા છે. પૂજા ખેડકર સામે કાર્યવાહી બાદ મનોજ સોનીના રાજીનામાએ ભારે હલચલ મચાવી દીધી છે. સોની 2017માં યુપીએસપીના સભ્ય બન્યા પહેલાં શૈક્ષણિક જગતમાં સક્રિય હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ખરેખર એક ગુજરાતી જ કરી શકે છે. કારકીર્દીની ટોચે હોવા છતાં પણ તેમને આસાનીથી આ પદ છોડી દીધું છે એ પણ સેવા કરવા માટે... ગુજરાતી મનોજ સોનીના કાર્યકાળને હજુ પાંચ વર્ષનો સમયગાળો બાકી હતો. સોનીએ રાજીનામામાં અંગત કારણો દર્શાવ્યા છે. સોનીનો કાર્યકાળ 2029માં પૂરો થવાનો હતો. મનોજ સોનીને 2017માં કમિશનના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે 16 મે, 2023ના રોજ અધ્યક્ષ તરીકે શપથ લીધા હતા. મનોજ સોનીએ લગભગ 13 મહિના જ પ્રમુખ તરીકે કામ કર્યું છે. મનોજ સોની ગુજરાતના આણંદ જિલ્લાના છે. તેમનો પરિવાર મુંબઈથી ગુજરાતમાં શિફ્ટ થયો હતો. 


બે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બન્યા-
'ધ હિંદુ'ના રિપોર્ટ અનુસાર તેમણે લગભગ એક મહિના પહેલાં રાજીનામું આપ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ ગુજરાતના શક્તિશાળી સ્વામિનારાયણ સંપ્રદાયની શાખા અનુપમ મિશન માટે વધુ સમય ફાળવવા માંગે છે. તેઓ 2020માં દીક્ષા લીધા પછી મિશનમાં કર્મયોગી બની ગયા હતા. સોનીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નજીક ગણવામાં આવે છે, જેમણે તેમને 2005માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ના વાઇસ ચાન્સેલર તરીકે પસંદ કર્યા હતા. 


જૂન 2017માં UPSC જોઈન કર્યા પહેલાં સોની 1 ઓગસ્ટ 2009 થી 31 જુલાઈ 2015 સુધી બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) ના વાઇસ ચાન્સેલર પદે પણ રહ્યાં હતા. આ પછી, તેઓ એપ્રિલ 2005 થી એપ્રિલ 2008 સુધી વડોદરા સ્થિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના વાઇસ ચાન્સેલર હતા.


SPUથી UPSC સુધીની તેમની સફર-
મનોજ  સોની 1991 થી 2016 વચ્ચે સરદાર પટેલ યુનિવર્સિટી (SPU), વલ્લભ વિદ્યાનગરમાં નોકરી બાદ તેઓ વાઇસ ચાન્સેલર બન્યા. સોનીએ 'પોસ્ટ-કોલ્ડ વોર ઇન્ટરનેશનલ સિસ્ટમિક ટ્રાન્ઝિશન એન્ડ ઇન્ડિયા-યુએસ રિલેશન્સ' પર પીએચડી કર્યું હતું. સોની ગુજરાત વિધાનસભાના અધિનિયમ દ્વારા રચાયેલી અર્ધ-ન્યાયિક સંસ્થાના સભ્ય પણ છે. મનોજ સોનીની ગણતરી એવા લોકોમાં થાય છે જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ ગણાય છે. 


પીએમ મોદીએ એમએસયુના વીસીની જવાબદારી સોંપી હતી. મનોજ સોની વીસી હતા ત્યારે MSUમાં અનેક સંઘર્ષ થયા હતા પરંતુ તેમણે નો કોમ્પ્રોમાઈઝની ફોર્મ્યુલા અપનાવી હતી. આર્ટ્સ ફેકલ્ટીમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ સાથે જોડાયેલા વિવાદમાં તેઓ સમાચારમાં હતા. એવું કહેવાય છે કે આ વિવાદને કારણે તેઓ MSUમાં બીજી ટર્મ મેળવી શક્યા નહોતા, જોકે મનોજ સોનીને પાછળથી બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU)ના વીસી બનાવવામાં આવ્યા હતા. આ યુનિવર્સિટીને નવી ઊંચાઈએ લઈ જવાનો શ્રેય તેમને જાય છે.


સંઘર્ષ દ્વારા સફળતા મેળવી-
મનોજ સોનીને નજીકથી ઓળખે છે તેઓ કહે છે કે નાની ઉંમરમાં જ તેમના પિતાનું નિધન થયું હતું તેમણે તેમના પ્રારંભિક જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન તેમને ગંભીર નાણાકીય પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આ પછી તેઓ સરદાર પટેલ યુનિવર્સિટી (SPU)માં પ્રોફેસર બન્યા. આ જ કારણ છે કે મનોજ સોની પ્રોફેસર અને વાઇસ ચાન્સેલર બન્યા છતાં જમીન સાથે જોડાયેલા રહ્યાં, આટલી ઊંચાઈઓ પર પહોંચ્યા પછી પણ તેઓ ગરીબ બાળકોને આર્થિક મદદ કરવાના પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. મનોજ સોનીના નજીકના લોકો તેમના રાજીનામાને જાહેર જીવનમાંથી નિવૃત્તિ ગણી રહ્યા છે. તે હવે અનુપમ મિશન માટે પોતાને સંપૂર્ણપણે સમર્પિત કરી શકે છે. તેઓ ખૂબ જ ધાર્મિક સ્વભાવના છે.