Banarasi Saree: બ્રોકેડ જોકે તે ફેબ્રિક છે જેના પર સોના કે ચાંદીના તારથી કામ કરવામાં આવે છે. તેને એક સમયે રાજા-મહારાજાઓ અને શાહી ઘરના સભ્યો માટે જ બનાવવામાં આવતું હતું. પરંતુ હવે તમને બ્રોકેડ દરેક જગ્યાએ મળી જશે. ઉત્તર પ્રદેશમાં હથકરઘા કર્મચારીઓએ સાડીઓ પર જે પ્રકારની ડિઝાઈન સોનાના તારથી તૈયાર  કરી છે. તે 3ડીનો લૂક આપે છે. બ્રોકેડનો ઉપયોગ મોટાભાગે બનારસી સાડીઓ પર જોવા મળે છે. બ્રોકેડથી બનેલી સાડીઓ અને બીજા આઉટફિટ ઘણા મોંઘા હોય છે. તમને કદાચ ખબર નહીં હોય કે બ્રોકેડથી બનેલી એક સાડીની કિંમત 3 લાખ સુધીની હોય છે. શું હોય છે બ્રોકેડ અને કેમ તેનાથી બનેલી સાડીઓ આટલી મોંઘી હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોના-ચાંદીની એમ્બ્રોઈડરી:
બ્રોકેડ જોકે તે ફેબ્રિક છે જેના પર સોના કે ચાંદીના તારથી એમ્બ્રોઈડરી કરવામાં આવે છે. તેને એક સમયે રાજા-મહારાજાઓ અને શાહી ઘરના સભ્યો માટે જ બનાવવામાં આવતું હતું. પરંતુ હવે તમને બ્રોકેડ દરેક જગ્યાએ મળી જશે. જ્યાં બીજા એમ્બ્રોઈડરીવાળા ફેબ્રિક પર પહેલા ડિઝાઈન હોય છે અને પછી તેના પર દોરાથી એમ્બ્રોઈડરી કરવામાં આવે છે. જ્યારે બ્રોકેડ પર ડિઝાઈન હોતી નથી. પરંતુ સીધી એમ્બ્ર્રોઈડરી કરવામાં આવે છે. બ્રોકેડનું કામ જૂના જમાનામાં સિલ્ક પર કરવામાં આવતું હતું. પરંતુ જેમ-જેમ સમય બદલાયો તેમ તેમ ટેકનિક એડવાન્સ થતી ગઈ. બ્રોકેડને ઉન, સૂતરના કપડાં અને સિન્થેટિક ફેબ્રિક પર કામ થતું હતું. બ્રોકેડમાં 100થી 600 દોરાનો ઉપયોગ એક વખતમાં કરવામાં આવતો હતો.


ચીનથી આવ્યું બ્રોકેડ:
બ્રોકેડનો ઈતિહાસ સૌથી પહેલાં ચીનથી મળે છે. જ્યાં 475થી 211 BC સુધી બ્રોકેડનો ઉપયોગ થયો. તેના પછી બ્રોકેડ યૂરોપ અને એશિયાના દેશોમાં આવ્યું અને હવે દુનિયાના દરેક દેશમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. બનારસમાં બનનારી બ્રોકેડ સાડીને સિલ્કના કપડાંથી તૈયાર કરવામાં આવે છે. આ સાડી પર જરીનો ઉપયોગ કરીને ડિઝાઈન બનાવવામાં આવે છે. તેના કારણે સાડીનું વજન વધી જાય છે. આ સાડીઓ પર મુગલ કાળથી પ્રેરિત ડિઝાઈન હોય છે. તે ઉપરાંત સોનાનું કામ કરવામાં આવે છે. અને જાળીનુમા પેટર્નને તૈયાર કરવામાં આવે છે. બનારસમાં તૈયાર થનારી સાડીનું કામ પરંપરાગત રીતે થાય છે. જેને જાલા, પગિયા અને નાકા તરીકે ઓળખવામાં આવે છે.


બનારસમાં ક્યારથી ઉત્પાદન શરૂ થયું:
બનારસી સાડીઓમાં બ્રોકેડ અને જરીનો પહેલો ઉલ્લેખ 19મી સદીમાં મળે છે. તે સમયે ગુજરાતમાં સિલ્કના કારીગરો ભૂખમરાના કારણે બનારસમાં આવીને વસી ગયા હતા. કહેવાય છે કે 17મી સદીમાં અહીંયાથી સિલ્ક બ્રોકેડનું કામ શરૂ થયું હતું. 18મી અને 19મી સદીમાં તે વધારે સારું થતું ગયું. મુગલ કાળ દરમિયાન લગભગ 14મી સદીમાં બ્રોકેડના કામમાં સોના અને ચાંદીના તારને સ્થાન આપવામાં આવ્યું. ધીમે-ધીમે આ તાર બનારસ અને બનારસી સિલ્કની ઓળખ બની ગયા. બ્રોકેડના કારણે એક બનારસી સાડીની કિંમત 3000 રૂપિયાથી શરૂ થાય છે. અને 5 લાખ સુધી જાય છે. તે સિવાય દક્ષિણ ભારતમાં બનનારી કાંજીવરમ સાડીઓમાં પણ બ્રોકેડનું કામ થાય છે. આ સાડીઓ બહુ મોંઘી હોય છે.


બ્રોકેડમાં જોડાયેલા છે અનેક કારીગર:
પારંપરિક બનારસી સાડી પર બ્રોકેડનું કામ આ સમયે ઉત્તર પ્રદેશમાં એક કુટિર ઉદ્યોગ તરીકે સ્થાપિત થઈ ચૂક્યો છે. લગભગ 1.2 મિલિયન લોકો બનારસી સાડી પર બ્રોકેડમાં કામમાં લાગેલા છે. બનારસી સાડી પર બ્રોકેડના કામે અનેક લોકોને રોજગાર આપ્યો છે. આ લોકો તે ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા છે. અને તે હેન્ડલૂમ સિલ્ક ઈન્ડસ્ટ્રીનો ભાગ છે. બનારસી સાડી અને બ્રોકેડનું કામ ઉત્તર પ્રદેશના 6 જિલ્લા વારાણસી, મિર્ઝાપુર, ગોરખપુર, ચંદોલી, જૌનપુર અને આઝમગઢમાં થાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં વારાણસીમાં આવેલ કેટલીક બ્રાન્ડ ઝડપથી આગળ આવી છે. જે બનારસી સાડી અને બ્રોકેડની કલાને જીવંત કરવાના પ્રયાસમાં લાગેલા છે. આ બ્રાન્ડ વણીને તૈયાર કરવામાં આવેલી સાડીને સીધા ગ્રાહકો સુધી પહોંચાડવાનું કામ કરે છે.