માછલી ખાવાની એવી લાગી તલપ, કે ટ્રેન ડ્રાઈવરે ગાડી રોકીને કરી ખરીદી, જુઓ વીડિયો
આ વીડિયોમાં એક ટ્રેન છે. જેનો ડ્રાઈવર રસ્તા વચ્ચે જ ટ્રેન રોકીને માછલી ખરીદવા ચાલ્યા જાય છે. ટ્રેનમાંથી ઉતરે છે. માછલી ખરીદે છે અને પછી દોડીને ટ્રેન આગળ ચલાવે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ટ્રેન એક ફાટક પાસે ઉભી છે. અને ફાટક બંધ છે. બંને બાજુ લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ટ્રેન આગળ વધે અને ફાટક ખુલે તો તેઓ પોતાના રસ્તે જાય.
Viral Viedo: ટ્રેન એક ફાટક પાસે ઉભી છે. અને ફાટક બંધ છે. બંને બાજુ લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ટ્રેન આગળ વધે અને ફાટક ખુલે તો તેઓ પોતાના રસ્તે જાય. પરંતુ ટ્રેન તો ત્યારે આગળ વધેને જ્યારે તેનો ડ્રાઈવર તેમાં હોય. દુનિયામાં ખાવા પીવાના શોખીન લોકોની કોઈ કમી નથી. એવા લોકો હોય છે જે ખાવા માટે તો ક્યાંય પણ નિકળી જાય છે. કાંઈ પણ કરી શકે છે. અનેક લોકો ખાવાનું મન થાય તો અડધી રાતે ગાડી લઈને દૂર સુધી નિકળી પડે છે. દુનિયામાં એવી જગ્યાઓ છે જે પોતાની વાનગીઓ માટે મશહૂર છે. કોઈ બાઈક કે કાર પર નિકળે તો તે રસ્તામા એવી જગ્યાએ જરૂરથી રોકાય છે જ્યાંની વાનગી ફેમસ હોય. ખાવા માટે આવી જ દિવાનગીનો એક વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને સોશિયલ મીડિયા યૂઝર્સ મજા લઈ રહ્યા છે.
પતિને છોડીને પરપુરુષ પર આવ્યું આ હસીનાઓનું દિલ, દુનિયાને ભૂલી ચલાવ્યું ચક્કર!
Munmun Dutta Marriage: 'જેઠાલાલ' જેના દિવાના છે, તે 'બબીતા' એ કેમ નથી કર્યા લગ્ન?
કોર્પોરેટર મકાન માલિકે કહ્યું મારી સાથે ઊંઘવું પડશે, હીરોઈને કહયું આવો ધંધા કરવા...!
આ અનોખા વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Hasna Zaroori Hai હૈ નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, 'આ સાહેબ ગાડી ઉભી રાખીને માછલી ખરીદવા ગયા હતા. કઈ ગાડી છે એ પણ જુઓ.' 44 સેકંડના આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકોએ જોયો છે. અને લાઈક પણ કર્યું છે. લોકો આ વીડિયો જોઈને મજેદાર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે કે, ભૂખ્યો હશે બિચારો, તો એક અન્ય યૂઝરે લખ્યું છે કે, માછલી વસ્તુ જ એવી છે. જ્યારે એક યૂઝરે લખ્યું છે કે, લોકો ખોટી રીતે યૂપી બિહારનું નામ ખરાબ કરે છે.
આ પણ ખાસ વાંચોઃ
Salman Khan Birthday: બોલીવુડના 'ભાઈજાન' નું Car Collection જોઈ આવી જશે ચક્કર!
Salman Khan કેમ કહેવાય છે બોક્સ ઓફિસનો બોસ? જાણો 'ભાઈજાન' વિશેની કેટલીક અજાણી વાતો
Kiara ને Kapil એ પૂછ્યા તેમની પ્રાઇવેટ લાઇફ પર પ્રશ્નો, કહ્યું- બિસ્તર પર તમને...