નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી કેબિનેટે રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર (એનપીઆર)ને અપડેટ કરવાની મંજૂરી આપી દીધી છે. આ હેઠળ દેશભરના નાગરિકોનો ડેટાબેસ તૈયાર કરવામાં આવળે. પરંતુ તે નાગરિકતાનું પ્રમાણ હશે નહીં. તેનો ઉપયોગ સરકાર પોતાની યોજનાઓને લાગૂ કરવા માટે કરે છે. કેન્દ્રીય કેબિનેટના નિર્ણયની માહિતી આપતા સૂચના તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, એનપીઆરમાં કોઈ પ્રૂફ, કોઈ ડોક્યુમેન્ટ અને બાયોમેટ્રિકની જરૂરીયાત રહેશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે નાગરિક જે પણ સૂચના આપશે, તેને સાચી માની લેવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વસ્તી ગણતરીનું અપડેટેડ વર્ઝન છે NPR
જાવડેકરે પત્રકાર પરિષદમાં કહ્યું કે, વસ્તી ગણતરીનું કાર્ય અંગ્રેજોના જમાનાથી થઈ રહ્યું છે. ભારતમાં અત્યાર સુધી 15 વખત વસ્તી ગણતરીનું કામ થયું છે. આઝાદી પહેલા અંગ્રેજોએ ભારતની આઠ વખત ગણતરી કરાવી હતી, પછી આઝાદી બાદથી સાત વખત ગણતરી થઈ ચુકી છે. તેમણે જણાવ્યું કે, હવે 16મી વસ્તી ગણતરીનું કામ સરળ કરી દેવામાં આવ્યું છે. આ વખતે ટેકનોલોજીની મદદ લેવામાં આવશે. એક એપ લોન્ચ થશે જેમાં નાગરિક જે પણ જાણકારી આપશે, તેને યોગ્ય માની લેવામાં આવશે. 


ભારતમાં રહેતા તમામ વ્યક્તિઓની ગણતરી
જાવડેકરે જણાવ્યું કે, એનપીઆર પ્રથમવાર 2010મા યૂપીએ સરકારમાં શરૂ થયું અને તમામ લોકોનું રજીસ્ટર બન્યું અને તેના કાર્ડ મનમોહન સરકારે વિતરિત કર્યાં હતા. 2015મા તેનું અપડેશન થયું હતું. કારણ કે વસ્તી ગણતરીનું કામ દર 10 વર્ષે થાય છે, તેથી 2020મા જનગણનાનું કામ પૂરુ કરવું છે. તેમણે કહ્યું, તમામ રાજ્યોએ સ્વીકાર કર્યો છે કે, તમામ રાજ્યોએ નોટિફિકેશન કાઢ્યા છે, તમામ રાજ્યોમાં કર્મચારીઓને તાલિમ આપવામાં આવી રહી છે. જે પણ ભારતમાં રહે છે, તેની ગણતરી તેમાં થશે. 


ઉદ્ધવ ઠાકરે વિરૂદ્ધ ફેસબુક પર પોસ્ટ લખવી ભારે પડી, શિવસૈનિકોએ કર્યા આવા હાલ


તેમણે કહ્યું કે, એનપીઆરથી સરકારી યોજનાઓના યોગ્ય લાભાર્થીઓની ઓળખ કરવામાં આવશે અને તે પણ ખ્યાલ આવશે કે તેના સુધી લાભ પહોંચી રહ્યો છે કે નહીં? જાવડેકરે કહ્યું, 'આયુષ્માન, ઉજ્જવલા, સૌભાગ્ય જેવી યોજનાઓ માટે લાભાર્થીઓની ઓળખ થશે. બધા અને જરૂરી લાભાર્થીઓ સુધી યોજનાનો લાભ પહોંચ્યો, તેની ખાતરી કરી શકાશે.' તેમણે જણાવ્યું કે, બંગાળ, તમિલનાડુ, ઓડિશા, મણિપુરમાં પીડીએસ (સર્વમ) માટે એનપીઆરમાં નોંધાયેલી જાણકારી ઉપયોગમાં લાવવામાં આવી. તો રાજસ્થાનમાં ભાભાશાહ યોજના માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જાવડકરે કહ્યું કે, તેના ઘણા અન્ય ફાયદા પણ છે. 


8700 કરોડ રૂપિયા મંજૂર
કેબિનેટે આ કાર્ય કરવા માટે 8700 કરોડ રૂપિયાની ફાળવણી પર મંજૂરી આપી દીધી છે. 2021ની વસ્તી ગણતરી પહેલા 2020મા એનપીઆરને અપડેટ કરવામાં આવશે. આ પહેલા 2011ની મતગતણરી પહેલા 2010મા પણ જનસંખ્યા રજીસ્ટરને અપડેટ કરવામાં આવ્યું હતું. આસામને છોડીને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અપ્રિલ 2020થી સપ્ટેમ્બર 2020 સુધી એનપીઆરને અપડેટ કરવાનું કામ કરવામાં આવશે. 


શું છે એનપીઆર
એનપીઆરનું પુરૂ નામ નેશનલ પોલુલેશન રજિસ્ટર છે. દેશના સામાન્ય રહેવાસીઓની વ્યાપક ઓળખનો ડેટાબેસ બનાવવાનું મુખ્ય લક્ષ્ય છે. આ ડેટામાં જ વસ્તી-વિષયક માહિતીની સાથે બાયોમેટ્રિક જાણકારી પણ હશે. વડાપ્રધાન મનમોહન સિંહના નેતૃત્વવાળી યુપીએ સરકારમાં 2010માં એનપીઆર બનાવવાની પહેલ શરૂ થઇ હતી. ત્યારે 2011માં વસ્તીગણતરીના પહેલા આ કામ શરૂ કરવામાં આવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube