નવી દિલ્હી : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (NSA)એ ગુરૂવારે જણાવ્યું કે, દેશને આગામી 10 વર્ષ માટે એક નિર્ણાયક, સક્ષમ અને સ્થિર સરકારની જરૂર છે. ડોભાલના અનુસાર નબળી સરકાર આકરા નિર્ણયો નથી લઇ શકતી. લોકશાહી ભારતની સૌથી મોટી શક્તિ છે. જો દેશમાં લોકશાહી નબળી પડે તો  આપણો દેશ નબળો પડી શકે છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપણે ઘણા કડક નિર્ણયો લેવાની જરૂર : NSA
અજીત ડોભાલે કહ્યું કે, દેશને હાલ નિર્ણાયક સરકાર અને નિર્ણાયક નેતૃત્વની જરૂર છે. ડોભાલે કહ્યું કે, ભારત આગામી થોડા વર્ષો સુધી નરમ સરકારનું વહન કરી શકે તેમ નથી, કારણ કે આપણે કેટલાક કડક નિર્ણયો લેવાની જરૂર છે. ડોવાલનાં અનુસાર નબળું નેતૃત્વ અથવા તો નબળી ગઠબંધન સરકારનાં કારણે દેશ નબળો પડશે. જે દેશ અને તેનાં ભવિષ્ય માટે સારૂ નથી. એનએસએએ કાશ્મીર મુદ્દે વાત કરતા જણાવ્યું કે, તે સમયે વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ સરદાર પટેલની વાત નહોતી માની.

વિશ્વમાં મહાશક્તિ બનવા માટે મજબુત અર્થનીતિની જરૂર
ડોભાલે કહ્યું કે, કેન્દ્ર સરકારનાં નીતિગત્ત નિર્ણયોનાં કારણે તમામ સંરક્ષણી મશીનરીનાં સોદા 100 ટકા ટેક્નોલોજી ટ્રાન્સફર સાથે થયા છે. તેમણે કહ્યું કે, જો દેશને વિશ્વગુરૂ બનવું હોય તો પોતાની અર્થનીતિને મજબુત બનાવવી પડશે. જેના માટે દેશે કેટલાક આકરા નિર્ણયો લેવા પડશે. આવા કડક નિર્ણયો સ્થિર સરકાર જ લઇ શકે છે. તેમણે કહ્યું કે, આપણી અર્થનીતિને વૈશ્વિક પ્રતિસ્પર્ધા થવી જોઇએ અને આ ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણે ટેક્નીકલ અને ટેક્નોલોજીકલ દ્રષ્ટીએ આગળ છીએ.