National Umbrella Day: રાષ્ટ્રીય છત્રી દિવસ દર વર્ષે 10 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. છત્રી દુનિયાના સૌથી સુવિધાજનક આવિષ્કારોમાંથી એક છે જેનું આપણે સન્માન કરીએ છીએ. છત્રી આપણને વરસાદથી બચાવે છે એવું નથી તે આપણને સૂરજના આકરા તડકાથી પણ બચાવે છે. છત્રીની શોધ 4000 વર્ષ અગાઉ થઈ હતી અને ઈજિપ્ત, અશ્શૂર, ગ્રીસ અને ચીનની શરૂઆતની સભ્યતાઓમાં તેનો ઉપયોગ કરાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનીઓએ વરસાદથી સુરક્ષા મેળવવા પહેલા એ પ્રકારની છત્રીની શોધ કરી. તેમણે કાગળની છત્રીને મીણથી કવર કરી હતી. યુરોપમાં 16મી સદીની શરૂઆતમાં છત્રીઓ મહિલાઓ માટે સહાયક બની ગઈ. ફારસી યાત્રી અને લેખક જોનાસ હૈનવેએ 30 વર્ષ સુધી ઈંગ્લેન્ડમાં જાહેરમાં એક છત્રીનો ઉપયોગ કરીને માહોલ બદલી નાખ્યો. અમ્બ્રેલાની સ્ટાઈલ તેની શરૂઆતથી અત્યાર સુધીમાં ચેન્જ નથી થઈ. પરંતુ તે વજનમાં હળવી જરૂર થઈ છે. 2000મી સદીમાં મહિલાઓ માટે પણ છત્રી અલગથી બનવા લાગી. આ છત્રી અનેક કલર્સમાં બનવા લાગી. 


રાષ્ટ્રીય કૃમિમુક્ત દિવસ, જાણો શાં માટે ઉજવાય છે, શું છે મહત્વ


ભરતી માટેની પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે ચેક કરો તમારું નામ


ભારત બનશે સુપરપાવર!, J&K માંથી મળ્યો જબરદસ્ત ખજાનો,  દુનિયાની આંખો થઈ પહોળી


રોચક વાતો....


- પ્રાચીન સમયમાં છત્રી લાકડી અને હાડકાની બનતી હતી.
- Umbrella શબ્દની ઉત્પતિ લેટિન ભાષાના શબ્દ Umbera થી થઈ છે જેનો અર્થ થાય છે છાયા.
- છત્રીનો ઉપયોગ પ્રાચીન સમયમાં તડકાથી બચવા માટે કરાતો હતો. વરસાદ માટે છત્રીનો ઉપયોગ પ્રાચીન રોમમાં કરાયો. 
- 1800 મી સદીમાં છત્રી મહિલાઓના સૌંદર્ય ઉપકરણ સ્વરૂપમાં ઉપયોગમાં લેવાવા લાગી. 
- 10 ફેબ્રુઆરી સમગ્ર દેશમાં અમ્બ્રેલા ડે તરીકે ઉજવાય છે. 
- એક સમયે યુરોપમાં છત્રી સજ્જનતાનું પ્રતિક બની ગયું હતું. 
- દુનિયાની પહેલી દુકાને જે છત્રી વેચવા માટે ખુલી તેનું નામ જેમ્સ સ્મિથ એન્ડ સન્સ હતું. તે સમયે આ પ્રકારની એક એકમાત્ર દુકાન હતી. 
- આટલો જૂનો નાતો હોવા છતાં આજે પણ સમગ્ર દુનિયામાં તેનો ઉપયોગ થાય છે. આજે પણ દુનિયામાં તેનું ચલણ છે. 
- છત્રીનો ફિલ્મોમાં પણ ખુબ ઉપયોગ થાય છે. જેમાં હીરો અને હીરોઈન અમ્બ્રેલાની નીચે રોમાન્સ કરતા જોવા મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube