નેહરૂનો ઉલ્લેખ કરી મનમોહન સિંહનો ભાજપ પર કટાક્ષ, `રાષ્ટ્રવાદ`નો થઈ રહ્યો છે ખોટો ઉપયોગ
અર્થશાસ્ત્રી મનમોહન સિંહે કહ્યું કે, નેહરુએ દેશનું નેતૃત્વ એવા સમયમાં કર્યું હતું જ્યારે તે અસ્થિરતાના સમયમાંથી પસાર થઈ રહ્યો હતો, જ્યારે તેમણે જીવનની લોકતાંત્રિક રીત, અલગ-અલગ સામાજિક તથા રાજકીય વિચારોને અપનાવ્યા હતા.
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે દેશના પ્રથમ પીએમ જવાહરલાલ નેહરુના કાર્યો તથા ભાષણોનો ઉલ્લેખ કરતા ભાજપ પર પ્રહારો કર્યાં છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રવાદ અને 'ભારત માકા કી જય'ના નારાનો ઉપયોગ 'ભારતની મજબૂત અને સંપૂર્ણ ભાવનાત્મક છબી' ઘડવામાં ખોટી રીતે કરવામાં આવી રહ્યો છે, જે લાખો નાગરિકોને અલગ કરી દે છે. રાજધાની દિલ્હીમાં એક બુક લોન્ચ દરમિયાન મનમોહન સિંહે કહ્યું કે, જો આજે ભારતને જોશીલા લોકતંત્રના સમુદાયમાં ગણવામાં આવે છે અને તે વિશ્વની એક મોટી શક્તિ માનવામાં આવે છે તો, તે દેશના પ્રથમ પીએમ જવાહર લાલ નેહરુ હતા જેમને તેના મુખ્ય નિર્માતા ગણવા જોઈએ.
અર્થશાસ્ત્રી મનમોહન સિંહે કહ્યું કે, નેહરુએ દેશનું નેતૃત્વ એવા સમયમાં કર્યું હતું જ્યારે તે અસ્થિરતાના સમયમાંથી પસાર થઈ રહ્યો હતો, જ્યારે તેમણે જીવનની લોકતાંત્રિક રીત, અલગ-અલગ સામાજિક તથા રાજકીય વિચારોને અપનાવ્યા હતા. તેમણે કહ્યું, 'બહુભાષી નેહરૂએ અનોખી રીતથી આધુનિક ભારતની વિશ્વવિદ્યાલયો, શૈક્ષણિક સંસ્થાઓ અને સાંસ્કૃતિક સંસ્થાઓનો પાયો નાખ્યો હતો.'
#IndiaKaArth: 'અર્થ મહોત્સવ'માં બોલ્યા અમિત શાહ, જેમ દૂધમાં સાકર ભળેલી છે તેમ આપણા DNAમાં લોકતંત્ર છે
મનમોહન સિંહે નેહરૂનો ઉલ્લેખ કરતા કહ્યું, 'તેમણે પૂછ્યું હતું, ભારત માતા કોણ છે? કોની જીત તમે ઈચ્છો છો? પહાડો તથા નદીઓ, જંગલો અને ખેતર બધા માટે પ્રેમાળ છે, પરંતુ જેને વાસ્તવમાં ગણવામાં આવે છે તે દેશના લોકો છે, જે વિશાળ ભૂમિમાં દરેક તરફ ફેલાયેલા છે.'
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube