નવી દિલ્હી: ભારતીય નૌસેના પ્રમુખ એડમિરલ સુનીલ લાંબાએ કહ્યું કે પાકિસ્તાનમાં ફૂલીફાલી રહેલા આતંકીઓને સમુદ્રના માર્ગથી પણ હુમલો કરવાની ટ્રનિંગ આપવામાં આવી રહી ચે. એડમિરલ સુનીલ લાંબાએ કહ્યું કે, 3 અઠવાડીયા પહેલા અમે જમ્મૂ-કાશ્મીરમાં ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી હુમલાને સહન કર્યો છે. આ હુમલાનો ઉદ્દશ્ય ભારતને અસ્થિર કરવાનો હતો અને આ હુમલાને કરવામાં એક દેશ (પાકિસ્તાન)એ પણ આતંકવાદીઓની મદદ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: SP-BSP ગઠબંધનમાં RLDની આજે ઔપચારિક એન્ટ્રી, પ્રેસ કોન્ફરન્સમાં કરશે જાહેરાત


સમુદ્ર સરહદની સાવચેતીને લઇને તેમણે કહ્યું કે અમારી પાસે ઘણા એવા રિપોર્ટ્સ છે, જેનાથી જાણવા મળ્યું છે કે, આતંકીઓને ઘણા પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે. જેમાં સમુદ્ર હુમલો પણ સામેલ છે.


એડમિરલ લાંબાએ વધુમાં કહ્યું કે, ભારત-પ્રશાંત ક્ષેત્રએ હાલના વર્ષોમાં ઘણા પ્રકારના આતંકી હુમલાને સહન કર્યા છે, ત્યારે દુનિયાના આ ભાગમાં કેટલાક દેશોએ તેનું મોટુ નુકસાન પણ ઉઠાવવું પડ્યું છે. હાલના સમયમાં આતંકવાદને વૈશ્વિક રીત અપનાવી લીધું છે, જેણે આ ખતરાને વધારી દીધો છે.
(ઇનપુટ ભાષાથી)


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...