નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ની મતગણતરીમાં અત્યાર સુધી જે ટ્રેન્ડ સામે આવ્યા છે, તેમાં ફરી એકવાર એનડીએની સરકાર કેન્દ્રની સત્તા પર બેસવાની છે. તો ઓડિશાની વિધાનસભા ચૂંટણીની ગણતરીના ટ્રેન્ડના આંકડા પણ સામે આવ્યા છે, તેને જોઈને લાગી રહ્યું છે કે, ઓડિશા ફરી એકવાર પોતાની સત્તા પર નવીન પટનાયકને બેસાડવા માગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરૂઆતી ટ્રેન્ડમાં બીજેડી આગળ
ઓડિશામાં કુલ 147 વિધાનસભા સીટો છે. શરૂઆતી ટ્રેન્ડમાં નવીન પટનાયકની પાર્ટી બીજૂ જનતા દળ (બીજેડી) આગળ ચાલી રહી છે. 2014માં યોજાયેલી ચૂંટણીમાં બીજૂ જનતા દળને 117 સીટો જીતીને સ્પષ્ટ બહુમત હાસિલ કર્યાં હતા. 


ભાજપે નોંધાવી પોતાની હાજરી
બીજેડીની લીડને જોતા લાગી રહ્યું છે કે નવીન પટનાયક પાંચમી વખત મુખ્યપ્રધાન બનશે. પરંતુ ભાજપે પણ પોતાની હાજરી પૂરાવી છે. ભારત 30 સીટો પર આગળ ચાલી રહ્યું છે જ્યારે બીજેડી 101 સીટો પર આગળ ચાલી રહ્યું છે. 


નવીન પટનાયક 5મી વખત ઓડિશાના મુખ્યપ્રધાન પદે શપથ લેશે. પરંતુ તેઓ સૌથી વધુ વખત મુખ્યપ્રધાન પદ પર યથાવત રહેનારા મુખ્યપ્રધાનોની લિસ્ટમાં ટોપ પર નહીં પહોંચી શકે. હકીકત, નવીન પટનાયક છેલ્લા 20 વર્ષોથી ઓડિશાની સત્તા પર રહેલા છે, પરંતુ સૌથી વધુ દિવસ સુધી રાજ્યની સત્તા સંભાળવાની યાદીમાં પ્રથમ નામ સિક્કિમના મુખ્યપ્રધાન પવન કુમાર ચામલિંગના નામ પર છે. જો નવીન પટનાયક ફરી એકવાર સત્તા પર 5 વર્ષ સુધી રહે છે તો જ્યોતિ બસુનો રેકોર્ડ તોડી શકે છે. 


જાણો ગુજરાતની 26 સીટો પર શું છે સ્થિતિ


સીપીએમ નેતા જ્યોતિ બસુ 23 વર્ષ કરતા વધુ સમય પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન હતા. ત્યારબાદ પવન ચામલિંગ છે જે 20 વર્ષથી સિક્કિમના મુખ્યપ્રધાન છે. તેવી માહિતી જાણવા મળી છે કે નવીન પટનાયક આ મહિનાની 30 તારીખ સુધી મુખ્યપ્રધાનના શપથ લઈ શકાય છે.