હોકીને રાષ્ટ્રીય રમત બનાવવામાં આવે, ઓરિસ્સા CMએ PMમોદીને કરી અપીલ
28 નવેમ્બરથી 16 ડિસેમ્બર, 2018 સુધી ચાલનારા આ પુરૂષ હોકી વર્લ્ડકપનું આયોજન ઓરિસ્સામાં કરવામાં આવી રહ્યું છે
મુખ્યમંત્રી નવીન પટનાયકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે લખ્યું કે, જેમ કે તમે જાણો છો સર, આગામી હોકી વર્લ્ડ કપ નવેમ્બરમાં આ જ વર્ષે ઓરિસ્સામાં યોજાઇ રહ્યો છે. આ કાર્યક્રમની તૈયારીઓ કરતા હું તે વાતથી પરેશાન થયો કે હોકીની પ્રસિદ્ધિ રાષ્ટ્રીય રમત તરીકે છે. જ્યારે તમામ લોકો જાણે છે કે અધિકારીક રીતે હોકી ભારતની રાષ્ટ્રીય રમત નથી. તેમણે આગળ લખ્યું કે, એટલા માટે મને વિશ્વાસ છે કે તમે પણ દેશનાં કરોડો ફેન્સની સાથે સંમત થશે કે હોકીને રાષ્ટ્રીય રમતનો દરજ્જો આપવામાં આવવો જોઇએ.
આ તે મહાન હોકી ખેલાડીઓ માટે શ્રદ્ધાંજલી હશે જેમણે દેશને ગર્વ કરવાની તક આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 28 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી ચાલનારીપુરૂષ હોકી વર્લ્ડ કપનું આયોજન ઓરિસ્સામાં કરવામાં આવી રહ્યું છે. વર્લ્ડ કપમાં કુલ 36 મેચ રમાશે. પહેલા મેચમાં બેલ્જિયમની મેચ કેનેડા સાથે થશે. હોકી વર્લ્ડ કપની તમામ મેચ ભુવનેશ્વરનાં કલિંગા સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ સ્ટેડિયમનું હાલ સમારકામ ચાલી રહ્યું છે, જે ટુર્નામેન્ટનાં આયોજન પહેલા પુરી થઇ જશે. આ સ્ટેડિયમમાં એક સમયે કુલ 16 હજાર દર્શકો બેસી શકશે.
હોકી વર્લ્ડકપમાં ભારત સરળ પુલમાં
ઓરિસ્સામાં આયોજીત થનાર પુરૂષ હોકી વર્લ્ડ કપ 2018 માટે મેજબાન ભારતને પુલસીમાં કેનેડા, દક્ષિણ આફ્રિકા અને બેલ્જિયમ સાથે સમાવેશ કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘે બુધવારે હોકી વર્લ્ડ કપ માટે ટીમોના સમુહોની જાહેરાત કરી દીધી છે. આ ટુર્નામેન્ટમાં પુલ ચરણની તુલનાએ 28 નવેમ્બરથી નવ દિવસ સુધી રમાાશે. એવામાં દરરોજ કલિંગા સ્ટેડિયમમાં બે મેચ રમાશે.